વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા ફાધર્સ ડે ની ઊજવણી કરવામાં આવી।
આપણા જીવનમાં અને પરિવાર માં પિતાની ભૂમિકા મુખ્ય છે, પિતા અે આપણા જીવન ના સ્તંભ છે માટે દર વર્ષે ફાધર્સ ડે ની ઊજવણી કરવામાં આવે છે. બાળકો પિતાનું મૂલ્ય સમજે અને પિતા પ્રત્યે આદર ભાવ રાખે અે હેતુથી વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા ફાધર્સ ડે ની ઊજવણી કરવામાં આવી. જેના ભાગરૂપે વિવિધ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ એક થી ચાર માટે ગ્રીટીંગસ કાર્ડ મેકિંગ ધોરણ પાંચ થી આઠ માટે ડ્રોઇંગ કોમ્પિટિશન અને ધોરણ નવ થી બાર માટે ડેડી અેન્ડ મી એનેકડોટ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પ્રિ-પ્રાયમરી ના નાના ભૂલકાઓ માટે પણ કોલાજ મેકિંગ પ્રતિયોગિતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું બાળકો સાથે તેમના પિતા ઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ અને પ્રિ-પ્રાયમરી વિભાગના કોર્ડિનેટર શ્રીમતી પ્રિયા ભાટી દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. ત્યારબાદ શાળા ના શિક્ષિકા બહેનો દ્વારા સુંદર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું. અનુપમ વાનગી સ્પર્ધા નુ આયોજન બાળકો ના પિતાઓ માટે કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના પિતાઓ એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. વિજેતા પિતાને શાળા તરફથી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. અંતે આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા ના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી સૌને કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા।
Average Rating