આવશ્યક ચીજવસ્તુ રાંધણગેસના સીલીન્ડર ત્રણના પાંચ બાટલા બનાવી સંગ્રહ કરી ગેરરીતી આચરતા ચાર ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.।
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ આવશ્યક ચીજવસ્તુઓની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કડક પગલા લેવા તેમજ તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ હતા.જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ.જે અન્વયે આજરોજ ભાવનગર એસ.ઓ.જી.સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે ભાવનગર ચીત્રા-સીદસદર રોડ, બજરંગબાલક સોસાયટીની પાસે જગાભાઇ વાડીના ખુલ્લા પ્લોટમાં રાંધણ ગેસ ગ્રાહકોને વેચાણ કરવા જતા રસ્તે જગાભાઇની વાડીમાં બાટલાઓનું કંટીગ કરી સંગ્રહ કરેલ જે ઇન્ડેન, ભારત, એચ.પી. કંપનીના સીલીન્ડર કુલ ૬૨ કિ.રૂા.૧,૦૦,૮૦૦/- તથા ભુંગળી બે કિ.રૂા.૧૦૦/- તથા વજન કાંટો કિં.રૂા.૧૦૦૦/- તથા બે રીક્ષાઓ કિ.રૂા.૧,૦૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકના સીલ કિ.રૂા.00/00 સહિત કુલ કિ.રૂા.૨,૦૧,૯૦૦/- સાથે તેઓને ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આરોપી:-(૧) એઝાદ રફીકભાઇ કુરેશી ઉ.વ.૨૫ રહે.વડવા નેરા થોભણ મહેતાની શેરી, ભાવનગર(ર) સોયબ સલીમભાઇ શેખ ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે. મોતીતળાવ શેરી નં.ર કુંભારવાડા ભાવનગર(૩) સાઝીદ મુસાભાઇ ચૌહાણ ઉ.વ.૪૬ ધંધો રીક્ષા ડ્રાઇવીગ રહે. ખાટકીવાડ, ભીલવાડા સર્કલ,ભાવનગર(૪) જાહીદ બચુભાઇ રાઠોડ ઉ.વ.૫૧ ધંધો મજુરી રહે પ્રભુદાસ તળાવ, ટેકરી ચોક, ભાવનગર(૫) જગાભાઇ વાડીવાળા (પકડવાનો બાકી)કામગીરી કરનાર પોલીસ સ્ટાફ- એસ.ઓ.જી.ના i/c પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.યુ.સુનેસરા તથા પો.સબ ઇન્સ. શ્રી સી.એચ.મકવાણા તથા એ.એસ.આઇ. ગુલમહમદભાઇ આદમભાઇ કોઠારીયા, હેડ કોન્સ. જયવીરસિંહ યુડાસમા, રાજેન્દ્રસિંહ ગોહિલ, પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ, મીનાઝભાઈ ગોરી તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. એ.વી.ગોહિલ તથા હેડ કોન્સ. બી.કે.આહિર તથા પો.કોન્સ. એઝાદખાન પઠાણ, બ્રીજરાજસિંહ ગોહિલ જોડાયા હતા.
Average Rating