વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજના એમ.એસ.સી. કેમેસ્ટ્રી સેમીસ્ટ્રર -૨ ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ।
વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીના એમ.એસ.સી. કેમેસ્ટ્રી (સેમીસ્ટર-૨) ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજના ટોપર બની ગૌરવ વઘાર્યુ છે. જેમાં પ્રથમ ક્રમે પ્રજાપતિ પૂષ્પા હરિકેશ (૮.૨૫ SGPA), પ્રિયંકા નંદલાલ યાદવ (7.92 SGPA) તથા ખુશી અશ્વીન હાડલ (7.58 SGPA) પ્રાપ્ત કરી કોલેજના ટોપર બની ગૌરવ વઘાર્યુ છે. આમ કોલેજનું નામ રોશન કરવા બદલ્ પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને ભવિષ્યમાં ઉચ્ચ સિધ્ધી હાસંલ કરવા આહવાન આપ્યુ હતું।
Average Rating