યૂકેમાં શ્રીદમણિયા માછી મહાજનનો માછી સંસ્કૃતિના સંવર્ધનનો પ્રયાસ સરાહનીય : NRI કેશવભાઈ બટાક।
શ્રીદમણિયા માછી મહાજન લેસ્ટર, યૂકેમાં બરસોથી માછી સમાજના હિતો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં સારી ભૂમિકા ભજવી રહ્યો છે*: *કન્વીનર NRI ગ્રુપ લંડન યૂકે* *લંડન* . એનઆરઆઈ ગ્રુપ લંડન, યુકેના કન્વીનર કેશવભાઈ બટાકે શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યુકેના માછી સમાજ હિતૈષી કાર્યોને બિરદાવ્યો છે. કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી પ્રેસ બયાનમાં કહ્યું કે શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યુકે બરસોથી અહીં લેસ્ટર, યુકેમાં સનાતનનો ધર્મધ્વજા બુલંદ કરી રહ્યા છે. શ્રીદમણિયા માછી મહાજન લેસ્ટર, યુકેમાં સનાતન ધર્મના સાથે માછી સમાજની સંસ્કૃતિના સંવર્ધનમાં (પ્રચાર-પ્રસાર) પણ સારી ભૂમિકા ભજવી રહ્યો છે. એનઆરઆઈ કેશવભાઈ બટાકે વધુમાં કહ્યું હતું કે પ્રમોદભાઈ ટંડેલના નેતૃત્વમાં ૧૩ જુલાઈ ૨૦૨૪ મીએ શ્રીદમણિયા માછી મહાજન , લેસ્ટર, યૂકેના શાનદાર સ્નેહ મિલન સાથે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકેના પ્રેસિડેન્ટ પ્રમોદભાઈ ટંડેલના સાથે શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકેના વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ હરિભાઈ ટંડેલ અને આખી ટીમ તથા બધા મેમ્બરોએ મળીને સમગ્ર કાર્યક્રમને સફલ બનાવ્યો હતો. સ્નેહ મિલનમાં રમેશભાઈ પામસી, હરજીભાઈ ટંડેલ ( માછી મહાજન, દમણના પ્રેસિડેન્ટ), જયંતીભાઈ ભાઠેલા ( પૂર્વ પ્રેસિડેન્ટ શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકે), નરસિંહભાઈ ટંડેલ ( પૂર્વ સેક્રેટરી, શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકે), રામજીભાઈ કોદરાવાલા, પંકજ પ્રભાકર, મોહનભાઈ ટંડેલ, કાનજીભાઈ ટંડેલ, દેવચંદભાઈ ટંડેલ, ભરતભાઈ ટંડેલ, રમણભાઈ કોઠા, શૈલેષભાઈ, ગિરીશ વાલબો, કૃણાલભાઈ, ગણેશ ઉકડ઼( સેક્રેટરી) જૈકી વિશાલ હરજીભાઈ , સહિતના માછી સમાજના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો, બાળકો પહોંચી આણંદ માણ્યો હતો. સભાસદોએ એજીએમમાં એજેન્ડા મુજબની ભૂમિકા ભજવ્યો હતો. કાર્યક્રમમાં શ્રીરણછોડરાયજીનો પાટોત્સવ નિમિત્તે આરતી અને સ્તુતિ થઈ, આ વર્ષે અવસાન પામેલા સભ્યો માટે પ્રાર્થનાઓ કરવામાં આવી, ગયા વર્ષની પ્રવૃત્તિઓની સમીક્ષા કરાઈ, નવા ટ્રસ્ટ્રીઓની નિમણુંક કરવા બાબતે ચર્ચા થઈ, ૨૦૨૩-૨૪ ના નાણાકીય અહેવાલનું વાંચન કરવામાં આવ્યું, પ્રમુખશ્રીનું પ્રભાવી ભાષણ થયું, મનોરંજનનો કાર્યક્રમ થયું, સર્ટિફિકેટ્સ, પુરસ્કારો વિતરણ કરાયો અને બધાએ સાથે બેસીને જમણવારનો આણંદ લીધા હતા. આપણો માછી સમાજ એવી રીતે સદાય હળીમળીને રહે અને તરક્કીમાં એક બીજાના મદદરૂપ થાયા કરે મારી એવી શુભેચ્છાઓ છે।
Average Rating