ધરમપુર નગર પાલિકાના ત્રણ સફાઈ કર્મચારીઓ સન્માનિત કરવામાં આવ્યા।

Views: 277
1 0

Read Time:1 Minute, 21 Second

ધરમપુર નગર પાલિકાના સારી સફાઈની કામગીરીમાં પસંદગી પામનારા ત્રણ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને અનુક્રમે રૂપિયા દસ હજાર અને કે પ્રમાણપત્ર આપી સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા. સરકાર દ્વારા નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં કાર્યરત સફાઈ કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ કર્મચારીઓની પસંદગી કરી તેઓને માસિક ધોરણે એવોર્ડ આપવાના ભાગરૂપે આ કર્મચારીઓની પસંદગી થઈ હતી. ધરમપુર પાલિકાના ત્રણ સફાઈ કર્મચારીઓ અનિલભાઈ મહેશભાઈ મંગરોળે, અવિનાશભાઈ કલ્પેશભાઈ સોલંકી અને મગજીભાઈ વિષ્ણુભાઈ ભીંસરાને અનુક્રમે રૂપિયા દસ હજાર અને પ્રમાણપત્ર ચીફ ઓફિસર વિજય ઇટાલીયા તથા સેનેટરી ઇન્સપેકટર વિપુલભાઈ ચોધરી, સિટી મેનેજર ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને એકાઉન્ટન્ટ આનંદભાઈ પટેલ, મેહુલભાઈ, મેહુલભાઈ ગોસ્વામીના હસ્તે આપી પ્રોત્સાહિત કરાયા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like