મોટી દમણ બૉયજ આયોજિત માછી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટ-૨૦૨૪ યુકેની વિનર ટ્રૉફી ડૉક્ટર શેરીની ટીમે જીતી લીધી છે।

Views: 321
1 0

Read Time:3 Minute, 23 Second

માછી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટ ૨૦૨૪ UK ના વિજેતા બનતાં ડૉક્ટર શેરી, કોઠાપાટ શેરી બન્યો રનર્સ અપ* * *શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યુકેના પ્રમુખશ્રી* *પ્રમોદભાઈ ટંડેલ અને પૂર્વ પ્રમુખશ્રી જયંતિભાઈ ભાઠેલા સહિત માછી સમાજના* *અગ્રણીઓના હસ્તે અપાયો વિજેતા, ઉપ વિજેતા સહિતના પુરસ્કારો* લંડન. મોટી દમણ બૉયજ આયોજિત માછી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટ-૨૦૨૪ યુકેની વિનર ટ્રૉફી ડૉક્ટર શેરીની ટીમે જીતી લીધી છે. ૫ જુલાઈ ૨૦૨૪ મીએ રમાયેલી ફાઈનલ મૈચમાં ડૉક્ટર શેરીની ટીમે રોમાંચક મુકાબલામાં કોઠાપાટ શેરીને હરાવી ચેમ્પિયન બની હતી. લેસ્ટર યુકેમાં વસતાં દમણના માછી સમાજના શીર્ષ અને પ્રતિષ્ઠિત સંગઠન શ્રીદમણિયા માછી મહાજન લેસ્ટર, યુકેના પ્રમુખશ્રી પ્રમોદભાઈ ટંડેલજી, પૂર્વ પ્રમુખશ્રી જયંતિભાઈ ભાઠેલાજી, વાઇસ પ્રેસિડેન્ટશ્રી વિનોદભાઈ, અગ્રણી પંકજભાઈ પ્રભાકરજી સહિતના મહાનુભાવો રમતવીરોને પ્રોત્સાહિત કરવા ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. ૩-૪-૫ જુલાઈ એમ ત્રણ દિવસ રમાયેલી આ ટૂર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચવા માટે પ્રતિસ્પર્ધી ટીમો વચ્ચે કાંટાના મુકાબલા રહ્યો હતો. છેલ્લે ફાઇનલમાં ડૉક્ટર શેરી અને કોઠાપાટ શેરી ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોઈ બધાને મજા પડી ગઈ. શ્રીદમણિયા માછી મહાજન લેસ્ટર, યુકેના પ્રમુખશ્રી પ્રમોદભાઈ ટંડેલજીએ ટૂર્નામેન્ટના શાનદાર આયોજનની સરાહના કર્યુ હતું. પ્રમોદભાઈએ માછી સમાજના યુવાનોને રમત સાથે પોત પોતાના ફિલ્ડમાં પણ સારો પ્રોફૉર્મેંસ કરી કરિયરમાં આગળ વધવાની શીખ આપી હતી. પ્રમોદભાઈ ટંડેલજી, જયંતિભાઈ ભાઠેલાજી સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતા, ઉપ વિજેતા અને બીજા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યો હતો. ડૉક્ટર શેરી ટીમના ભાવેશભાઇને મૈન ઑફ સિરીઝ, ડૉક્ટર શેરી ટીમના કીર્તિભાઈને બેસ્ટ બૉલર, ડૉક્ટર શેરીનાંજ મિતેશભાઈને બેસ્ટ બેટ્સમેન અને રિકેંશભાઈને બેસ્ટ ફિલ્ડર ( ડૉક્ટર શેરી) ના પુરસ્કારો આપવામાં આવ્યો હતો. મોટી દમણ બૉયજના કર્ણધાર જૈકી, સેક્રેટરી રમેશભાઈ અને ટીમે ઘણી જહેમત કરી શાનદાર રીતે ટૂર્નામેન્ટનો યાદગાર આયોજન કર્યુ હતું. ટૂર્નામેન્ટની ખાસ વાત રાષ્ટ્રગાન જન ગણ મન ના સમૂહ ગાન રહ્યો. બધાએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રગાન ગાવ્યું હતું।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like