ઇગ્લીંશ દારૂનાં અલગ-અલગ બે ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ।

Views: 265
1 0

Read Time:1 Minute, 58 Second

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામના કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓને પકડી પાડવા માટે ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડનાં કર્મચારીઓને સખત સુચના આપેલ.તા.૦૬/૦૮/૨૦૨૪ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, સાબરકાંઠા જીલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અલગ-અલગ બે ઇગ્લીંશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી મહેશ ઉફે મયલો ધરમશીભાઇ પરમાર રહે.સોનગઢ, પ્લોટ વિસ્તાર, પાચવડા રોડ, તા.શિહોર, જી.ભાવનગર વાળો હાલ સોનગઢ બસ સ્ટેશનમાં રોડ ઉપર ઉભો હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. આ અંગે સાબરકાંઠા જીલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like