વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તેમજ સામાજિક વિજ્ઞાન પ્રદર્શન ( વિંગસ ઓફ વિસડમ) નુ આયોજન કરવામાં આવ્યું।

Views: 218
1 0

Read Time:3 Minute, 58 Second

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તેમજ સામાજિક વિજ્ઞાન પ્રદર્શન ( વિંગસ ઓફ વિસડમ) નુ આયોજન કરવામાં આવ્યું।શ્રી કૌશિક હરિઆ એજ્યુકેશનલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા સ્વાતંત્ર્યદિન ની ઊજવણી કરવામાં આવી.જેમાં અતિથી વિશેષ તરીકે ડો. ઓજસ મોદી (પ્લાસ્ટિક સર્જન -ઓમ એસ્થેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જરી સેન્ટર) ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ શાળા ના ચેરમેન શ્રી એ. કે. શાહ એક્ટિંગ ચેરમેન ઓફ સ્કૂલ કમિટી મેમ્બર શ્રી ઉજ્જવલ શુકલા તેમજ શાળા ના મેનેજિંગ કમિટિ મેમ્બર શ્રી રાજેન્દર મારવા, શ્રી ક્રિષ્નાનંદ, શ્રી લલિત કોઠારી અને શ્રીમતી વાની આર કે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રી તુષાર શાહ તેમજ શ્રીમતી ભારતીબેન ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વાતંત્ર્યદિન ની ઉજવણીના ભાગરૂપે અતિથી વિશેષ શ્રી ડો. ઓજસ મોદી ને શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ દ્વારા દોરી લાવ્યા બાદ કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ અતિથી વિશેષ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. શાળા ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા જેને નિહાળી સૌ આમંત્રિત મહેમાનો, બાળકો અને એમના વાલીઓ આનંદિત થઇ ગયા. ભારતીય સંસ્કૃતિ નો ઐતિહાસિક વારસો જળવાઈ અને બાળકો માં રસ રુચિ કેળવાય એ હેતુથી વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ ખાતે સુંદર સામાજિક વિજ્ઞાન પ્રદર્શન ( વિંગસ ઓફ વિસડમ) નુ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા મા પધારેલ અતિથી વિશેષ દ્વારા આ પ્રદર્શન ને ખુલ્લુ મુકવામાં આવ્યું. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકો દ્વારા બનાવવામાં આવેલ વિવિધ મોડલ જેમાં ચારધામ ની યાત્રા, પૃથ્વી નો આંતરિક સ્તર, ભારતીય ટપાલ સેવા,ભારતીય રેલ્વે, ઉડ્ડયન ઉદ્યોગ જેવા વિષયો પર વિવિધ મોડલ બનાવવામાં આવ્યા હતા. ભારતીય નૃત્ય કલા ની ઝાંખી બાળકો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. બાળકો અને એમના વાલીઓ એ આ પ્રદર્શન ને નિહાળી વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. અને એમણે વિવિધ મોડલ ની જાણકારી માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. શાળા ના સમગ્ર ટ્રસ્ટી ગણે પણ તેમનો અમૂલ્ય સમય ફાળવી પ્રદર્શન નિહાળી બાળકો અે બનાવેલ મોડલોની પ્રસંશા કરી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર સામાજિક વિજ્ઞાન પ્રદર્શન ને સફળ બનાવવા માટે શાળા ના શિક્ષકો ની ટીમ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતી અે સુંદર વ્યવસ્થા ગોઠવી તે બદલ શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા ના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like