વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ।
વાપી ના કન્નડા સંઘ દ્વારા 35મા ઈન્ટર સ્કુલ વકતૃત્વ /ડિબેટ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિયોગિતા નુ કુલ ચાર ગૃપમા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 29 જેટલી શાળાઓના 128 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓએ ચારે ગૃપમા ભાગ લીધો હતો.જેમાં ગૃપ -2 વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ સાતનો વિદ્યાર્થી કુશ પટેલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ધોરણ આઠ ની વિદ્યાર્થીની સત્યા ચૌબે અે ગૃપ-3 ડિબેટ પ્રતિયોગિતા માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓને અને એમના માર્ગદર્શક શિક્ષકો ની ટીમને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating