30/05/2024 ,હરિયા પાર્કમાં આવેલ શ્રી એલ. જી.હરિઆ મલ્ટી પર્પસ સ્કૂલ જેમાં આજે 37મો ફાઉન્ડેશન ડેની ઉજવણી કરવામાં આવી।
હરિયા પાર્કમાં આવેલ શ્રી એલ. જી.હરિઆ મલ્ટી પર્પસ સ્કૂલ જેમાં આજે 37મો ફાઉન્ડેશન ડેની ઉજવણી કરવામાં આવી. આ શુભ અવસરે સહયોગ હેલ્પિંગ હેન્ડ સંસ્થામાં આશ્રિત લોકો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.તેઓને શ્રી કૌશિક હરિઆ એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમાન એ. કે. શાહ, શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ, શાળાના પાયાની સાથે જોડાયેલા શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને શ્રી કૌશિક હરિઆ એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમાન એ.કે. શાહ અને આચાર્ય શ્રીમતી બીન્ની પોલ દ્વારા તમામ આશ્રિત લોકોને સ્મૃતિભેટ આપવામાં આવી. 30 મે 1987 થી 30 મે 2024 સુધીમાં ઘણા એવા યાદગાર કાર્યો 37 વર્ષોમાં કરવામાં આવ્યા છે. ખરેખર જે ઉદ્દેશ્યની સાથે આ શાળાના પાયા નાખવામાં આવ્યા હતા એ શાળાની 37 વર્ષોની સફળતા આપણે નજરે જોઈ જ રહ્યા છે।
Average Rating