વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં 7મો આંતર સ્કુલ (કલાકાર -2024) પોસ્ટર અને પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં 7મો આંતર સ્કુલ (કલાકાર -2024) પોસ્ટર અને પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। બાળકો શિક્ષણ સાથે- સાથે ઇતર પ્રવૃત્તિઓ માં પણ રસ -રુચિ કેળવે તેમજ તેમના માં રહેલી સુષુપ્ત શક્તિ જાગૃત થાય અે હેતુથી વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં પોસ્ટર અને પેઇન્ટિંગ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં વલસાડ જિલ્લાની18(અઢાર)જેટલી શાળાઓના 104 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.પ્રતિયોગિતા નો શુભારંભ શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલ અને એચ આર અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્ડલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. બાળકો ને પોસ્ટર અને પેઇન્ટિંગ માટે અલગ અલગ વિષય આપવામાં આવ્યા હતા. જેમાં ધોરણ સાત અને ધોરણ આઠ માટે ગૃપ -1માં આકાશ ની શાશ્વત સુંદરતા, ધોરણ નવ અને દસ માટે ગૃપ -2માં સ્પેસ સ્ટેશનમાં જીવન અને ધોરણ અગિયાર અને બાર માટે ગૃપ -3માં ભૂસ્ખલન -માતા પૃથ્વી રડી રહી છે વિષય ઉપર પોસ્ટર બનાવવાનુ હતું.જેમાં ગૃપ -1માં સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કુલ વલસાડની વિદ્યાર્થીની રાશી મનોજભાઈ પટેલ પ્રથમ, સેન્ટ થોમસ ઈંગ્લિશ મીડિયમ સ્કુલ ની વિદ્યાર્થીની પ્રિશા શેટ્ટી દ્વિતીય અને શ્રી વલ્લભ સંસ્કારધામ શ્રીમતી શોભાબેન પ્રતાપભાઈ પટેલ ડે બોર્ડિંગ સ્કુલ ની વિદ્યાર્થીની આશી આનંદ તૃતિય સ્થાને રહી હતી. ગૃપ -2માં શ્રી વલ્લભ આશ્રમ અેમ સી એમ કોઠારી ઈન્ટરનેશનલ ગર્લ્સ રેસિડેન્સિયલ સ્કુલ ની વિદ્યાર્થીની વંશીકા એસ રંજવી પ્રથમ સ્થાન, પોદાર ઈન્ટરનેશનલ સ્કુલ ની વિદ્યાર્થીની ઈશી રાજીવ ગુપ્તા દ્વિતીય સ્થાન તેમજ સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કુલ ની વિદ્યાર્થીની દેવાંશી કમલેશકુમાર પટેલ તૃતિય સ્થાને રહી હતી. જ્યારે ગૃપ -3માં સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કુલ ની વિદ્યાર્થીની સિદ્ધિ સંજયકુમાર યાદવ પ્રથમ સ્થાન અને આ જ સ્કુલની વિદ્યાર્થીની જિયા સંકેત પટેલ દ્વિતીય સ્થાન તેમજ જ્ઞાનગંગા ઈંગ્લિશ મીડિયમ સ્કુલ નો વિદ્યાર્થી પ્રિન્સ પાન્ડે તૃતિય સ્થાને રહ્યો હતો. શાળા દ્વારા વિજેતા બાળકો મા પ્રથમ આવનાર બાળકને અંકે 1500 ₹,દ્વિતીય આવનાર બાળકને 1000₹તેમજ તૃતિય સ્થાને રહેનાર બાળકને 500₹રોકડ રકમ તેમજ પારિતોષિક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું.આ પ્રતિયોગિતા ના ઈનામ વિતરણ સમયે અેકટિંગ ચેરમેન ઓફ સ્કુલ કમિટી મેમ્બર શ્રી ઉજ્જવલ શુકલા પોતાનો અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહયા હતા. જેમના હસ્તે વિજેતા બાળકો ને પારિતોષિક તેમજ પ્રમાણપત્ર અેનાયત કરવામાં આવ્યું હતું. અંતે શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા ના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી સૌને કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ શાળા ના આર્ટ શિક્ષકો ની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો।
Average Rating