આજે વાપી-સંજાન કાઉન્સિલ દ્વારા 7 કેન્દ્રોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।

Views: 210
1 0

Read Time:2 Minute, 28 Second

ઇસ્માઇલી સ્વયંસેવકો સમુદાય સશક્તિકરણ અને પર્યાવરણીય કારભારી માટે વૈશ્વિક પહેલનું નેતૃત્વ કરે છે 29 સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં ચોથા Global Ismaili CIVIC Day તરીકે ઉજવવામાં આવશેરવિવાર 29મી સપ્ટેમ્બર 2024બ્લડ ડોનેશન કેમ્પ:મારા સહસ્વયંસેવકો (fellow volunteers) આજે. આ મહાન અવસર પર, જ્યારે સમસ્ત વિશ્વમાં ઈસ્માઈલી કોમ ચોથા Global Ismaili CIVIC Dayની ઉજવણી કરી રહ્યો છે. આપણે વિશેષ રીતે એક મહત્વના કાર્ય માટે અહીં એકત્ર થયા છીએ. 29મી સપ્ટેમ્બર એ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. કારણ કે સમગ્ર વિશ્વના શિયા ઇસ્માઈલી મુસ્લિમ સમુદાયને એક સાથે લાવી, Ismaili CIVIC જેવી વૈશ્વિક ચળવળ દ્વારા હજારો વોલિન્ટર્સને સેવામાં જોડવામાં આવે છે. આ પહેલ સમાજના સુખાકારીમાં યોગદાન આપવાની લાંબા સમયથી ચાલતી પરંપરાને મજબૂત બનાવે છે. 2021 થી આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ અને પર્યાવરણીય કારભારીમાં Ismaili CIVIC દ્વારા નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી છે. 36 દેશોમાં 900થી વધુ સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને, Ismaili CIVIC વોલિન્ટર્સે 5 લાખથી વધુ કલાકો સેવા માટે સમર્પિત કર્યા છે. 30 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. 167,000 કિલોગ્રામ કચરો દૂર કરવામાં આવ્યો છે અને અનેક જીવન બચાવવા માટે રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે।કુલ 173 યુનિટ રક્ત એકત્ર થયું।આજે વાપી-સંજાન કાઉન્સિલ દ્વારા 7 કેન્દ્રોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ માત્ર માનવજાતના કલ્યાણ માટે જ નથી. પણ આ મહાન કાર્યમાં અન્ય સમુદાયોને જોડીને સહકાર અને સંબંધોની પણ મજબૂતી કરવાનો છે.આ કેમ્પમાં આપ સૌએ જે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તે દરેક જીવન માટે આશાનો કિરણ છે. આપણે આ રીતે આગળ વધતા રહીશું અને વધુ લોકોની મદદ કરીશું।

Happy
Happy
50 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like