આજ રોજ વાપી મામલતદાર કચેરી ખાતે ગ્રામ્યના મામલતદારશ્રી અને સીટીના ડેપ્યુટી મામલતદારશ્રી ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
જેમા વરૂણસિંહ ઠાકોર વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં જણાવ્યું હતું કે વાપી બજારમાં જે પાથરણાંવાળા/ શાકભાજી વાળા પાસેથી બિન અધિકારીઓ ( સફાઈ કર્મચારીઓ) જે દંડ લેતા હતા અને બેસવા ન દેતા હતા તે માંગ સાથે વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુરે અરજી કર્યું હતું તેમાં આજ રોજ ગ્રામ્યના મામલતદારના જણાવ્યું કે દિવાળી તહેવાર પુરતા તમામ લારી પાથરણાવાળાને ગરીબોને બેસવા દેવા અને સરકારી અધિકારીને જ દંડ વસુલવાનો અધિકાર છે તેવું આદેશ કર્યું અને વાપી બજારમાં જે દુકાનોની બહાર જે નગરપાલીકાની જગ્યા પર મંડપ લગાડ્યા છે તેની યોગ્ય તપાસ કરો અને દંડ વસૂલી કરી હટાવવા જણાવ્યું હતું।
Average Rating