માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 73 માં જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાપીમાં ભવ્ય 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું।

Views: 417
1 0

Read Time:2 Minute, 55 Second

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 73 માં જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાપીમાં ભવ્ય 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું।ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન શ્રી શિશપાલજી અને સાઉથ ઝોન કોર્દીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેના માર્ગદર્શનથી ભવ્ય 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.તા.17/9/2023 નાં રોજ વાપી ખાતે પટેલ લેઉવા સમાજ હોલ ખાતે યોગ શિબિર યોજાઈ,જેમાં વાપી,ઉમરગામ અને કપરાડાના યોગ સાધકો અને યોગ પ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બીજા દિવસના યોગ શિબિરમાં શાશક પક્ષના નેતા વાપી નગર પાલિકા શ્રી નીલેશભાઈ રાઠોડ,ભવલેશભાઈ કોટડીયા મહામંત્રી વાપી શહેર ભાજપ અને વલસાડ જિલ્લા કોર્ડીનેટર નિલેશ કોસિયા,વિઠલભાઈ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ વાપી નગરપાલીકા તથા રાજુભાઈ ભાલાની દ્વારા દીપ પ્રજવલન કરવામાં આવ્યુ તથા આમંત્રિત મહેમાનોને ખેશ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યા હતા,તન અને મનથી સ્વસ્થ થવા યોગ કરી માનનીય વડાપ્રધાનશ્રી ના જન્મદિવસ ઉજવવા જિલ્લા કોઓર્ડીનેટર નિલેશ કોસીયા દ્વારા યોગ અભ્યાસ કરવામાં આવ્યો,આમંત્રિત મહેમાન શ્રી સતીશભાઈ પટેલ,પ્રમુખ વાપી શહેર ભાજપ,કમલેશભાઈ શાહ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન,સત્યેનભાઈ સાઉથ ઝોન સોશિયલ મીડિયા કન્વીનર ભાજપની ઉપસ્થીતિમાં યોગ સંકલ્પ અને રાષ્ટ્રીય ગીત સાથે શિબિરને પૂર્ણ કર્યો હતો,વાપી,ઉમરગામ અને કપરાડાના યોગ કોચ શીતલબેન ત્રીગોત્રા,માયાબેન ઘોદગે,પ્રીતિબેન ઠવૈષ્ણવ,વિપુલભાઈ ભંડારી,ગોપાલભાઇ મહેતા તેમજ વરિષ્ઠ યોગ સેવક શીલાબેન વશી દ્વારા પ્રચંડ પુરુષાર્થથી 2 દિવસીય યોગ શિબિર સફળ થયો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like