ભિલાડમાં 161 નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્ણ કર્યું રક્તદાન।
रक्त नाडीयों में बहे, नालियों में नहीं”*
*ભિલાડમાં 161 નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્ણ કર્યું રક્તદાન*
ભિલાડ, 01,જૂન 2025: ‘रक्त नाड़ियों में बहे, नालियों में नहीं’ ભાવને લઈ સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન વતી રવિવાર, 01 જૂન તલવાડા સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં આયોજિત ભવ્ય રક્તદાન શિબિરમાં 161 નિરંકારી ભક્તોએ ભારે ઉત્સાહ સાથે રક્તદાન કર્યું. વલસાડ રક્તદાન કેન્દ્ર તથા G.M.I.R.S. મેડિકલ કોલેજ & હોસ્પિટલ દ્વારા રક્ત સંગ્રહ કરવામાં આવ્યું હતું.
નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજનું કઠણ છે કે જીવન ત્યારે જ મહત્વપૂર્ણ બને છે જ્યારે તે અન્ય લોકો માટે જીવવામાં આવે આ ભાવનાને ધ્યાનમાં રાખીને નિરંકારી ભક્ત નિષ્કામ ભાવથી નિરંતર માનવતાની સેવામાં પોતાનું યોગદાન આપતા રહે છે.
આ રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓંકાર સિંહ જીના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બાબા હરદેવ સિંહજીએ “रक्त नाड़ियों में बहे, नालियों में नहीं”નો અમર સંદેશ આપીને રક્તદાનને મિશનની આધ્યાત્મિક સેવાનો અભિન્ન અંગ બનાવ્યું. આ સંદેશ આજે પણ દરેક નિરંકારી ભક્તના હૃદયમાં સેવા અને સમર્પણની પ્રેરણાદાયક જ્યોત તરીકે જીવંત છે. સંત નિરંકારી મિશન સતત આ સંદેશ સમાજમાં ફેલાવી રહ્યું છે કે “રક્તદાન એ માત્ર એક ફરજ નથી, પરંતુ જીવન બચાવવાનો સૌભાગ્ય છે.”
આ અવસર પર મંડળના અનેક પ્રબંધક અને સેવાદળના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં સરીગામ યુવા શક્તિ ટ્રસ્ટના રાકેશભાઈ રાય અને માજી સરપંચ ભિલાડ ગ્રામ પંચાયત ના શ્રી કપિલભાઈ જાધવ એ સૌજન્ય મુલાકાત લીધી.
સંત નિરંકારી મંડળના સ્થાનિક મુખી સ્થાનિક સેવાદળ યુનિટ અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકોની મદદથી આ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું।
Average Rating