૭૫ માં સ્વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો।
૭૫ માં સ્વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો.વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં ૭૫ માં સ્વતંત્રદિનની ઉજવણીના ભાગરૂપ એડવોકેટ શ્રીમતિ ભારતીબેન બ્રહ્મભટ્ટના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. અને આ પ્રસંગે BJP – OBC મોર્ચા વાપી નોટીફાઈડ એરિયા પ્રમુખ શ્રી બિમલભાઈ ચૌહાણ, કોલેજના સ્ટાફ તથા વિધાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે કોલેજના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા હતા. તેમજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે એડવોકેટ શ્રીમતી ભારતીબેન બ્રહ્મભટ્ટ દ્વારા પ્રસંગોપાત ઉદભોદન કરી દરેક વિધાર્થીઓને રાષ્ટ્રના વિકાસમાં સહકાર આપી ભારત દેશને આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય શ્રીમતી ડો. પૂનમ બી.ચૌહાણે મુખ્ય મહેમાન, આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટીગણ, સ્ટાફગણ તથા વિધાર્થી મિત્રોનો આભાર માની દેશની વિવિધ સેવાઓમાં ભાગીદાર બનવાની ખાત્રી આપતા, શુભેચ્છા પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating