ગુજરાત સાથે રાજસ્થાન નો સંયુક્ત રાજ્ય સ્તરીય નિરંકારી સંત સમાગમ થશે ઉદયપુરમાં।

Views: 169
0 0

Read Time:4 Minute, 5 Second

ગુજરાત સાથે રાજસ્થાન નો સંયુક્ત રાજ્ય સ્તરીય નિરંકારી સંત સમાગમ થશે ઉદયપુરમાં।માનવતા અને યુવા ઉર્જા સાથે થશે રાજસ્થાનની ધરતી પર આધ્યાત્મિક ચેતનાનો દિવ્ય સંચાર. ઉદવાડા, પરમ શ્રદ્ધેય સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ તથા સત્કારયોગ નિરંકારી રાજપિતા રમિત જી ની પાવન છત્રછાયા માં 16 ફેબ્રુઆરી ના રોજ સવારે 11:00 વાગ્યા થી ઉદયપુર ના શોભાપુરા સો ફિટ રોડ સ્થિત મીરાનગર ઓપેરા ગાર્ડન પાસે ગીતાંજલિ એન્કલેવઃ પર ગુજરાત અને રાજસ્થાન નો સંયુક્ત રાજ્ય-સ્તરીય નિરંકારી સંત સમાગમ ભવ્ય રૂપ માં આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ દિવ્ય અવસર માટે શ્રદ્ધાળુ અને ભક્તો માં અપાર શ્રદ્ધા અને ઉલ્લાસ નો સંચાર થઇ રહ્યો છે. સમર્પિત ભક્તગણ તન, મન અને ધન થી આ શુભ આયોજન ની તૈયારીઓમાં તલ્લીન છે, જેથી આ સમાગમ એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક આધ્યાત્મિક સંગમ ના રૂપ માં સ્થાપિત થઇ શકે। દક્ષિણ ગુજરાત ના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ઓંકાર સિંહ જી એ જણાવ્યું કે ઉદયપુર માં થનારા સંત સમાગમ માં પ્રેમ, શાંતિ અને એકતાની દિવ્ય ધારા પ્રવાહિત થશે, જે સંપૂર્ણ માનવતાને આધ્યાત્મિક જાગૃતિ તરફ પ્રેરિત કરશે. સતગુરુ માતાજી ની દિવ્ય વાણી થી શ્રદ્ધાળુ ભક્તો સદ્ભાવ, સમર્પણ તથા આત્મિક ઉત્થાન નું અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરશે. આ અવસર પર ગુજરાત અને રાજસ્થાન ના શહેરી અને ગ્રામીણ વિસ્તારો માંથી મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થઇ સત્સંગ ના મધુર આનંદ નો રસપાન કરશે, સાથે જ અનેક પ્રાંતો ના ભક્તો પણ આ દિવ્ય સમાગમ ના સાક્ષી બનશે. તેઓએ જણાવ્યું કે આ સંત સમાગમ પૂર્વ યુવાઓ ને પ્રેરિત કરવા અને તેઓની સકારાત્મક ઉર્જાને રચનાત્મક દિશા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી 14 તથા 15 ફેબ્રુઆરી ના રોજ ‘નિરંકારી યુથ સિમ્પોઝિયમ’ નું આયોજન કરવામાં આવશે, જેમાં રાજસ્થાન તથા ગુજરાત રાજ્ય ના યુવા શ્રધ્ધાળઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે, જેમાં વિવિધ પ્રતિયોગિતાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ના માધ્ય્મથી યુવાઓ ને આત્મિક શાંતિ, અનુશાસન અને પ્રેમ ના માર્ગ પર અગ્રેસર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, નિરંકારી યુથ સિમ્પોઝિયમ માત્ર એક કાર્યક્રમ જ નથી પરંતુ આનો ઉદ્દેશ્ય યુવા પેઢી ને આધ્યાત્મિકતા થી જોડવાની સાથે જ તેઓમાં સેવા, એકતા અને સમર્પણ ની સાચી ભાવના ને જાગૃત કરવાનો પણ છે। નિઃસંદેહ આધ્યાત્મિક શાંતિ, પ્રેમ અને વિશ્વબંધુત્વનો આ દિવ્ય સંગમ ભક્તો તથા સમાગમ માં આવનાર અનુયાયીઓના જીવન ને સાર્થકતા પ્રદાન કરશે, જ્યાં હ્ર્દય સેવા, સમર્પણ અને સત્ય ની ભાવના થી ઓતપ્રોત થઇ આત્મિક આનંદ ની દિવ્ય અનુભૂતિ કરશે. આ પાવન સંત સમાગમ માં દરેક શ્રદ્ધાળુ ભક્ત, નગરવાસી, બુદ્ધિજીવી તથા પ્રભુપ્રેમીઓ સાદર આમંત્રિત છે।

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like