વાપી પૂર્વ પશ્ચિમને જોડતા પેડેસ્ટ્રીયન અંડરપાસ/સબ વેનું ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ સાંસદ શ્રી અને લોકસભા દંડક શ્રી ધવલભાઈના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું।

વાપી મહાનગરપાલિકા ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત અમૃત 1.0 યોજના હેઠળ પેડેસ્ટ્રીયલ અંડર પાસ/સબ-વેનું લોકાર્પણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગ લોકસભાના સાંસદ શ્રી Dhaval Patel ની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું. આ અંડરપાસ વાપી ઇસ્ટ અને વાપી વેસ્ટને જોડતી મહત્વની કડી સાબિત થશે તેમજ રેલવેના પાટા ઓળંગતા જે અકસ્માતો થતાં હતા તે હવે બંધ થશે.આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, વલસાડ ડાંગ પૂર્વ સાંસદ શ્રી ડો. કે.સી. પટેલ, સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધીશ્રીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા।