કેબીએસ અને નટરાજ કોલેજ,વાપીની વિદ્યાર્થીની ને માઇક્રોબાયોલોજી વિષયમાં ગોલ્ડ મેડલની સિદ્ધિ।

Views: 136
0 0

Read Time:1 Minute, 37 Second

વાપી: કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીની તૃતીય વર્ષ બી.એસ.સી. માઇક્રોબાયોલોજી શાખાની વિદ્યાર્થીની દરકક્ષાપરવીન મો. મોઝીબુર રહેમાનએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે.

 

દરકક્ષાની આ સિદ્ધિ કોલેજની શૈક્ષણિક ગુણવત્તાની સાક્ષી આપે છે. આ સિદ્ધિ માત્ર એક વિદ્યાર્થીની સફળતા નથી, પણ સમગ્ર સંસ્થાની શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠા અને મહેનતનું પ્રતિબિંબ છે.

 

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ તથા ટ્રસ્ટ્રી મેમ્બર્સે દરકક્ષા પરવીનને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને માઇક્રોબાયોલોજી વિભાગના તમામ કર્મચારીઓ અને શિક્ષકોને પણ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે શિક્ષકોના અવિરત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના સમર્પણથી આજે કોલેજે આ શ્રેષ્ઠતમ સિદ્ધિ હાંસલ કરી છે.

 

આવી સિદ્ધિઓ ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે અને સંસ્થાની શૈક્ષણિક મહત્તાને વધુ ઉંચાઇએ લઈ જશે।

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like