સંત નિરંકારી મિશનના રક્તદાન શિબિરમાં ૧૧૭ યુનિટ રક્તદાન।
કપરાડા : સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના દિવ્ય ઉપદેશોથી પ્રેરિત થઈ બ્રાંચ કપરાડા અને બ્રાંચ બાલચોંડી બન્ને મળી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૭ યુનિટ રક્ત નિરંકારી ભક્તો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે રક્તદાન કરવામાં આવ્યું.
રક્તદાન શિબિરોની અવિરત શ્રેણીને ચાલુ રાખીને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ કપરાડા સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન લવકર ખાતે ૧૮ મે ૨૦૨૫, રવિવારે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં આસપાસના દરેક વિસ્તારોમાંથી નિરંકારી ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિરમાં વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત સંકલન કરવામાં આવ્યું.
આ શિબિરનું ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓંકાર સિંહજી ના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે ફરમાવ્યું કે ઈશ્વર અનંત છે અને તેનો કોઈ અંત નથી, જ્યારે આપણે બ્રહ્મજ્ઞાન દ્વારા ઈશ્વરને જાણીને તેમની સાથે જોડાઈએ છીએ, ત્યારે આ દિવ્ય યાત્રા ખરેખર શરૂ થાય છે, જેના કારણે આપણા જીવનનો દરેક પાસો સકારાત્મક રીતે વિસ્તરે છે.
તેમણે આગળ જણાવ્યું કે અજ્ઞાનને કારણે દુનિયામાં ભેદભાવના ઝઘડા થાય છે આજકાલ જાતિ ઉપરાંત જીવનશૈલી શહેર કે ગામડાના સ્થાનના આધારે પણ ભેદભાવ થઈ રહ્યો છે, બીજી બાજુ જ્ઞાની સંતો એક ઈશ્વરને પોતાના જીવનનો આધાર બનાવે છે અને સંકુચિતતા માંથી બહાર આવીને સમાનતાની સુંદર ભાવના અપનાવે છે. તેથી નિરંકારી ભક્તોમાં માનવતાની સેવાની ભાવના પ્રબળ બની છે, જેના કારણે તેઓ નરસેવા નારાયણ પૂજાની ભાવનાથી રક્તદાનમાં સતત યોગદાન આપી રહ્યા છે.
આ અવસરે સંત નિરંકારી મંડળના સોશ્યલ વેલ્ફેર કોર્ડિનેટર, કપરાડા સેક્ટરના સંયોજક તથા બાલચોંડી બ્રાંચના મુખી દ્વારા રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રક્તદાતાઓ સહિત રક્ત એકત્રિત કરનાર ડૉકટર તેમજ તેમની ટીમ અને તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ રક્તદાન શિબિરને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો અને સેવાદળ ભાઈ-બહેનો તથા સેવાદળનાં અધિકારીઓનાં સહયોગથી આ શિબિરનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન થયું।
Average Rating