ગુજરાત સાહિત્ય અકાદમી અને આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી।
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ ,વાપીના સંયુક્ત ઉપક્રમે બી બી એ અને બી એડ ફેકલ્ટી મા તારીખ20-02-2025 અને 21- 02- 2025 ના દિવસે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે “હૃદય ભાષા ગુજરાતી’કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસ્તુત કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષક તાલીમાર્થીઓમાં તથા સામાન્ય જન સમાજમાં માતૃભાષાનું સંવર્ધન તથા સંરક્ષણ કરવા અંગે તથા માતૃભાષા અંગે જાગૃતિ કેળવવાનો રહ્યો હતો . કાર્યક્રમના આરંભે દીપ પ્રજ્વલિત કરી એફ. વાય. બી. એડના તાલીમાર્થીઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી.કાર્યક્રમમાં વકતાઓનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો શુભેચ્છા સંદેશ રજૂ થયો હતો. સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ અને ગુજરાતી વિષય નાં પ્રાધ્યાપક ડો. વૈશાલી દેસાઈ દ્વારા “માતૃભાષાનું મહત્વ” વિષય ઉપર સુંદર વિચારો વ્યક્ત થયા હતા. ડો વૈશાલી દેસાઈ એ ગુજરાતી સાહિત્ય પ્રકાર દોહા “રેપ સોંગ” સ્ટાઇલમાં અનોખી રીતે રજૂ કર્યા હતા.આ ઉપરાંત, ડો. ગુંજન વશી એ “માતૃભાષામા વાંચન ” વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ દ્વારા નાટકની ભજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓ દ્વારા સમૂહ ગીત, ગુજરાતી ભાષાનો મહિમા દર્શાવતું કાવ્ય પઠન, કવીઝ તથા ગુજરાતીની સંસ્કૃતિનું સિંચન કરતો ગરબો રજુ થયો હતો . સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.સરિકા પટેલ અને પ્રા. પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.કોલેજના પ્રાધ્યાપકો અને તાલીમાર્થીઓએ “મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં” હેઠળ પોતાના હસ્તાક્ષર માતૃભાષા ગુજરાતીમાં કર્યાં હતા. અંતે આભાર વિધિ પ્રા. સોફીયા મેડમ દ્વારા કરવામાં આવી હતી સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ, આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ અને ઇન્ચાર્જ આચાર્ય ડૉ. શીતલ ગાંધી, ઇન્ચાર્જ આચાર્ય પ્રા. સુરભી ચૌધરીએ સૌને માતૃભાષા દિવસ ની શુભેચ્છા પાઠવી હતી।
Average Rating