વાપી ખાતે કમિશ્નરશ્રી વાપી મહાનગર પાલિકાને વાપી નગર પાલિકામાં સમાવેશ ગામોમાં આવેલ ભંગારના ગોડાઉનો ન તોડવા બાબતે વાંસદા ચીખલી ના ધારાસભ્ય શ્રી અનંત પટેલ,પીરુ ભાઇ,ખંડુભાઇ,અને મોટી સંખ્યા માં અસરગ્રસ્ત વેપોરી ઓ સાથે આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો।
વાપી ખાતે કમિશ્નરશ્રી વાપી મહાનગર પાલિકાને વાપી નગર પાલિકામાં સમાવેશ ગામોમાં આવેલ ભંગારના ગોડાઉનો ન તોડવા બાબતે વાંસદા ચીખલી ના ધારાસભ્ય શ્રી અનંત પટેલ,પીરુ ભાઇ,ખંડુભાઇ,અને મોટી સંખ્યા માં અસરગ્રસ્ત વેપોરી ઓ સાથે આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો।
વેપારીઓ ના ભંગારના ગોડાઉનો તોડવા કરતા એમને સાચુ માર્ગદર્શન આપવું જોઈએ વાપીમાં સ્ક્રેપ ગોડાઉનો બનીને આશરે ૨૫ થી ૩૦ વર્ષ થયા છે તે સમયે ગ્રામ પંચાયત અને લોકો ગોદામ બનાવતા હતા તે સમયે ગ્રામ પંચાયતની મૌખિક પરવાનગી મેળવતા હતા. તથા કોઈ ઈસમો લેખિત પરમીશન મેળવી ગોડાઉન બનાવતા હતા. જયારે ૨૦૦૭ માં ડુંગરી ફળીયા વાપી નગર પાલિકામાં સમાવેશ થતા તે સમયે વાપી નગર પાલિકાએ કોઈ વાંધો લીધેલ ન હતો અને ગોડાઉનની આકરણી કરી બધાને કોમર્શીયલ વેરો લેવાની શરૂઆત કરી અને શોપ એકટાબ્સિમેન્ટ સર્ટીફીકેટ પણ આપેલ અને ડીસ્ટ્રીકટ ઈન્ડસ્ટ્રીયલ લાયસન્સ પણ આપવામાં આવેલ અને જેના આધારે અમોને ઈન્ડસ્ટ્રીયલ પાવર આપવામાં આવેલ અને અમો તમામ લોકોએ જી.એસ.ટી. ૨જીસ્ટ્રેશન મેળવેલ છે. જેટલા પણપ ભંગારના ગોડાઉનો બને છે તે બધા પાસે લીગલ દસ્તાવેજ છે સને ૨૦૦૭ થી ૨૦૨૫ સુધી લગભગ ૧૮ વર્ષ સુધી વાપી મહાનગર પાલિકાની ગાઈડલાઈન મુજબ લોકો કામ કરી રહેલા હતા અને થોડા સમય પહેલા વાપી નગર પાલિકા સુચના મુજબ બધા લોકોએ ફાયર શેફટી બોટલ તથા રેતીની કબેટ મીલકતની અંદર રાખેલ છે. પરંત જેમ કે વાપી મહાનગર પાલિકા આવતા એમની નજરમાં અમો અવૈધ થઈ ગયેલા અને અમોને થોડો સમય પણ આપેલ નહી કે એમની ગાઈડલાઈન મુજબ અમારા પેપર્સ સાચા કરી શકીએ જયારે વાપી મહાનગર પાલિકા ના તમામ સુચનો માનવા પણ વેપારીઓ તૈયાર છે
હાલે આશરે ૧૫૦ ગોદામો તોડી નાખેલ છે જયારે પણ વેપારીઓ કમિશ્નર સાહેબને મળવા જય છે તો આપ સાહેબને અમને મળતા નથી જે કારણે અમો અરજદાર ૫રત ચાલી જતા આવેલા અને અમોને સાચી સલાહ નહી મળવાથી અમો હતાત તથા પરેશાન થઈ ગયેલા છીએ જેથી અમારી નમ્ર અરજ છે કે તમો બધા લોકો ઉપર દયા દ્રષ્ટિ રાખી અમારુ આ નિવેદન સ્વીકારો કારણ કે વરસાદનો સમય નજીક હોય અને એમની પાસે રહેવા માટે જગ્યા નથી અને અન્ય બીજુ કાઈ ઠેકાણુ નથી જેથી અમારા ઉપર દયા કરી અમોને એક વર્ષનો સયમ આપશો તો અમો અમારા તમામ ડોકયુમેન્ટો તમારી ગાઈડલાઈન મુજબ મેળવી શકીશે ની રાજુઆત કરવામાં આવી।
Average Rating