માંડા માં ઝોન સ્તરીય અંગ્રેજી માધ્યમ સંત સમાગમનું આયોજન।
માંડા માં ઝોન સ્તરીય અંગ્રેજી માધ્યમ સંત સમાગમનું આયોજન।
વાપી : સંત નિરંકારી મિશનના નેજા હેઠળ સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના દિવ્ય માર્ગદર્શન દ્વારા સંપૂર્ણ ભારતમાં આયોજન યોજાઈ રહેલા અંગ્રેજી માધ્યમ સંત સમાગમની શ્રેણીની કડીરૂપે ગતરોજ સુરત ઝોનના ઉમરગામ સેક્ટરમાં આવેલ માંડા બ્રાન્ચ સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં અંગ્રેજી માધ્યમ સંત સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અંગ્રેજી માધ્યમ સંત સમાગમમાં મુખ્ય મંચ પરથી ડૉ. મોહિત ગુપ્તાએ ફરમાવ્યું કે મનુષ્ય પોતાના જીવનમાં ભૌતિક વસ્તુઓ દ્વારા સુખી રહેવાનું પ્રયાસ કરે છે, જ્યારે પરમાત્માએ તન-મન-ધનના રૂપમાં આ બધા સાધનો થોડા સમય માટે જ પૂરા પાડ્યા છે, તો આપણે એ સમજવાની જરૂર છે કે વાસ્તવિક સુખ અને આનંદ ભૌતિકતામાં નથી. જો કોઈ વ્યક્તિ બ્રહ્મવેતા પાસે જાય આ સાધનોનો સદુપયોગ કરીને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, તો તે તેના જીવનમાં શાશ્વત સુખ અને આનંદ પ્રાપ્ત કરે છે અને તેનું જીવન ખરા અર્થમાં સફળ બને છે કારણ કે સત્યનું જ્ઞાન જ જીવનનો મૂળ ઉદેશ્ય અર્થાત મુક્તિનો માર્ગ છે.
સત્યના જ્ઞાન પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે બ્રહ્મજ્ઞાનના દિવ્ય પ્રકાશ દ્વારા આપણી આત્મા નો પરમાત્મા થી મિલન થઈ જાય છે ત્યારે જીવનનો દરેક અવસ્થા સહજ ભાવમાં જ પસાર થાય છે અને આપણે દરેક ક્ષણે ફક્ત કૃતજ્ઞતાનો ભાવ જ વ્યક્ત કરીએ છીએ.
આ સંત સમાગમ માં સુરત સેક્ટર ઉપરાંત, વલસાડ સેક્ટર, વાપી સેક્ટર, કપરાડા સેક્ટર, સેલવાસા સેક્ટર, ઉમરગામ સેક્ટર વગેરે શહેરોમાંથી લગભગ 1500 નિરંકારી ભક્તોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. સમાગમ દરમિયાન અનેક વક્તાઓએ અંગ્રેજી સિવાયની ભાષાઓનો ઉપયોગ કરીને ગીતો, વ્યાખ્યાનો, કવિતાઓ વગેરે દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી।
Average Rating