વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા ઈન્વેસ્ટીચર સેરમની (પદવીદાન સમારંભ) નુ આયોજન કરવામાં આવ્યું।

Views: 309
0 0

Read Time:2 Minute, 41 Second

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા ઈન્વેસ્ટીચર સેરમની (પદવીદાન સમારંભ) નુ આયોજન કરવામાં આવ્યું।

શાળા મા શિસ્તતા જળવાય અને બાળકો પોતાની જવાબદારી સમજે અે હેતુથી વિદ્યાર્થીઓ માટે વિવિધ પદ ની વરણી કરવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆત શાળા ના એસ એમ સી મેમ્બર શ્રી ઉજ્જવલ શુકલા તેમજ શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી.ત્યારબાદ બાળકો દ્વારા મંગલમય પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ શાળા ના હેડબોય તરીકે હરજસ સીંગ મારવાહ અને આસિસ્ટન્ટ હેડબોય તરીકે શ્રીહર્ષા સાહુ તેમજ હેડગર્લ તરીકે ખુશીકુમારી અને આસિસ્ટન્ટ હેડગર્લ તરીકે આધ્યા અભિષેક સીંગ ની નિમણૂક કરવામાં આવી. શાળા ના હાઉસ કેપ્ટન તરીકે આકાશ હાઉસ કેપ્ટન યુવરાજ સિંહ અને વાઈસ કેપ્ટન તરીકે રોનક વિજય તિવારી, અગ્નિ હાઉસ કેપ્ટન તરીકે અંશુ શર્મા વાઈસ કેપ્ટન તરીકે મોનિકા શર્મા, પવન હાઉસ કેપ્ટન તરીકે યેશા વશી અને વાઈસ કેપ્ટન તરીકે ગૌરવ ત્રિપાઠી તેમજ પૃથ્વી હાઉસ કેપ્ટન તરીકે સોનમ શર્મા અને વાઇસ કેપ્ટન તરીકે કશિષ સીંગ ની નિમણૂક કરવામાં આવી. રમત વિભાગના કૅપ્ટન તરીકે હર્ષ પટેલ અને શૌર્ય પાઠક ની નિમણૂક કરવામાં આવી. કૃપા ઠક્કર, હન્ના શીબુ, માન દેસાઈ, સાક્ષીપ્રિયા, વેદાંત ગાવાન્ડે, આયુષ દિલીપ, સુબ્રિષ્ટી તલીત , જીત પટેલ, હિમ્મત શેખાવત, રવિન્દ્ર ગુપ્તા, નૂતન રાય ને પિસ ઓફિસર તરીકે સામેલ કરવામાં આવ્યા. અંતે શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલે બાળકો ને શપથ ગ્રહણ કરાવડાવી બાળકો ને જે જવાબદારી સોંપવામાં આવી તેનુ સંપૂર્ણ શિસ્તતા પૂર્વક પાલન કરવામાં આવે તેવી ભાવના વ્યક્ત કરી સૌને અભિનંદન પાઠવી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like