કે.બી.એસ. એ નટરાજ કૉલેજમાં “આંતરાષ્ટ્રીય યોગ દિવસ” યોજાયો।

Views: 160
0 0

Read Time:2 Minute, 14 Second

વાપી: અત્રે કેબીએસ કોમર્સ એન્દ્ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વાપી ના એન.એસ.એસ. યુનિટ અને શારીરિક શિક્ષણ વિભાગના સંયુક્ત તત્વધનિમાં “ એક પ્રુથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ “ ના થીમ પર ૧૧ માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨0 ૬.૨૦૨૫ થી ૨૧.૦૬.૨૦૨૫ એમ બે દિવસ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાંત પ્રશિક્ષક શીતલ ત્રિગોત્રા તથા તેમની ટીમ દ્વારા વિધાર્થી મિત્રો અને શિક્ષકગણ માટે પ્રાચીન યોગાસનો અને આધુનિક યોગ ક્રિયા કરાવી, તેના ફાયદાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેનાથી સૌને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવાની પ્રેરણા મળી હતી. જેમાં કોલેજના મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉજવણીનો હેતુ માત્ર યોગાભ્યાસ કરવો એટલું જ નહીં પણ જીવનમાં યોગને સ્થાન આપીને એક તંદુરસ્ા જીવનશૈલી અપનાવવાની જાગૃતિ લાવવાની હતી. આ કાર્યક્રમનું સંચાલન એન. એસ. એસ. યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ દેસાઈ અને શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડો. મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ યોગા દિવસનો સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પુનમ બી. ચૌહાણ, યોગ શિક્ષક, વિધાર્થી મિત્રો અને સ્ટાફગણનો આભાર વ્યક્ત કરી દરેકને જીવન કાળ દરમિયાન યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવાની આહવાન આપી સ્વસ્થ જીવન જીવવાની શુભેચ્છા પાઠવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like