વલસાડ વિભાગ એસ.ટી .કર્મચારી મંડળ ની વાર્ષિક સાધારણ સભા આંબેડકર ભવન વલસાડ ખાતે રાખવામાં આવેલ।
વલસાડ વિભાગ એસ.ટી .કર્મચારી મંડળ ની વાર્ષિક સાધારણ સભા આંબેડકર ભવન વલસાડ ખાતે રાખવામાં આવેલ ।
જેમાં કર્મચારી મંડળના તમામ હોદ્દેદારો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી દયારામ ભંડારી ના પ્રમુખ પના હેઠળ આજરોજ સાધારણ સભાનું આયોજન કરેલ પ્રથમ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અકાળે અવસાન પામેલ એવા તમામ મૃતાત્મા ને માટે તેમજ ધરમપુર ડેપોના ચાલુ ફરજે હૃદય રોગના હુમલો આવતા અકાળે અવસાન થયેલ મુકેશભાઈ પટેલના આત્મા ને શાંતિ મળે એ માટે બે મિનિટનું મૌન પડવામાં આવ્યુ હતું મંડળના ખજાનચી ભુપેશભાઈ દ્વારા હિસાબ કિતાબ નું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 19મી વખત વલસાડ વિભાગના કર્મચારી મંડળના મહામંત્રી ધનસુખ એમ પટેલ ની બિન હરીફ તરીકે વર્ણી કરવામાં આવી હતી 10 મી વખત કર્મચારી મંડળના પ્રમુખ તરીકે મનોજભાઈ ડી પટેલની વરણી કરવામાં આવી હતી દરેક ડેપો ઉપરથી એક એક હોદ્દેદાર ની સંગઠન કેવી રીતે મજબૂત બનાવાઈ તેની સમજ આપી હતી શ્રી દયારામ ભાઈ ભંડારી દ્વારા નિવૃત થયેલ હોવા છતાં આજે પણ સંગઠન સાથે જ હોવાનું અને કોઈપણ કર્મચારીને મેમાં કે ચારજસીટ નો જવાબ કરવાનો હોય તો રાત દિવસ હું કર્મચારીના વીનામૂલ્ય કામ કરી આપવાની બાંહેધરી આપી હતી તમામ ડેપો ઉપરથી મોટી સંખ્યામાં ડ્રાઇવર કંડકટર ભાઈ બહેનો ઉપસ્થિત રહી વલસાડ વિભાગનો સંગઠન મજબૂત છે એના પુરાવાઓ આપ્યા હતા અને હજુ પણ સંગઠન મજબૂત કરીશું એવી તમામ બેઠકો ઉપરથી સંગઠનના હોદ્દેદારોએ ખાતરી આવી હતી વલસાડ વિભાગ ના આહવા.નવસારી.બીલીમોરા.ધરમપુર.વલસાડ.વાપી વિભાગીય કચેરી તેમાંજ વિભાગીય વર્કશોપ થી મોટી સંખ્યા માં કર્મચારી ઉપસ્થિત રહેલ હતા અંતે નિસાર ભાઈ શેખ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી વલસાડ।
Average Rating