કેબીએસ એ નટરાજ કોલેજ મહિલા ચેસ ટીમ ક્લીન સ્વીપ વિજય સાથે ચેમ્પિયન બની।
વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમાલ સુમારીયા કોમર્સ એજ્ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રમત ક્ષેત્રે વિશેષ તાલીમ આપવામાં આવે છે. સદર કોલેજની મહિલા ચેસ ટીમે 1 ઓગસ્ટ્ 2025 ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના અંતર્ગત યોજાયેલી ઇસ્કોલેજ મહિલા ચેસ ટુર્નામેન્ટ્સાં ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને શાનદાર વ્હાઇટવોશ વિજય મેળવ્યો હતો. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન એમ.કે. કોલેજ ઓફ કોમર્સ, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજોડ પ્રતિભા અને વ્યૂહાત્મક શ્રેષ્ઠતા દર્શાવી હતી. વિજેતા ટીમના સભ્યોમાં જ્યોતિ ગાંડવી (એમ.કોમ.),મોનિકા સિંહ (ટી.વાય.બી.કોમ.),જાનવી ભાનુશાલી(ટી.વાય.બી.કોમ.),શ્રાવણીગાંગુર્ડે(ટી.વાય.બીએસસી .),તેમના પ્રભાવશાળી પ્રદર્શન અને ટીમ ભાવનાએ કોલેજને ગૌરવ અને સન્માન આપી, જે શૈક્ષણિક વર્ષમાં એક યાદગાર વિજય છે. રમતની તાલીમ અને માર્ગદર્શન રમત ગમતના મદદનીસ પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ અને શ્રી રોહિત સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ મેનેજમેન્ટ તેમજ કોલેજના આચાર્ય ડૉ.પુનમ બી. ચૌહાણે વિજેતાઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્ણુની સ્પર્ધાઓમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવી।
Average Rating