આર.કે દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખી મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી।
વાપી સ્થિત આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજયુકેશન વિભાગમાં રક્ષાબંધનના સુંદર પર્વ નિમિત્તે રાખી મેકિંગ સ્પર્ધા રાખવામાં આવી હતી.તાલીમાર્થીઓ પોતાનામાં રહેલી વિશિષ્ટ કલાનો વિકાસ કરી શકે અને સાથે સાથે આ પર્વનું મહત્વ સમજે એ હેતુ અર્થે આ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં તમામ તાલીમાર્થીઓએ ભાગ લઈ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. પ્રસ્તુત સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્થાના અધ્યાપિકાઓ ડો. સારિકા પટેલ અને ડૉ. ગુંજન વશી દ્વારા આ પવિત્ર તહેવારમાં ભાઈની રક્ષા અને ભાઈ બહેનના પ્રેમને સ્પર્શે તે માટે રાખી બનાવવા માટેના તમામ નિયમો અને શ્રેષ્ઠ રાખીના નિર્ણય માટેના તમામ માપદંડો વિશે પણ તાલીમ આપવામાં આવી હતી. રાખી મેકિંગ સ્પર્ધામાં વિજેતા થનાર તાલીમાર્થીઓમાં પ્રથમ ક્રમે ટંડેલ વિમી હસમુખભાઈ દ્વિતિય ક્રમે પટેલ મનસ્વી ગોવિંદભાઈ અને તૃતીય ક્રમે પટેલ રિષિતા હર્ષદભાઈએ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક કમિટીના સભ્ય ડૉ. જયંતિલાલ. બી. બારીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મીલન દેસાઈ તથા કૅમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ, આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ અને સર્વ અધ્યાપકોએ આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ રક્ષાબંધનની ઉજવણી અર્થે સર્વ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી।
Average Rating