અથર્વ પબ્લિક સ્કૂલમાં ‘Rakhi for Jawan’ના 9મા પર્વનું આયોજન દેશભક્તિની ભાવના સાથે સંપન્ન
વાપી ચણોદ સ્થિત અથર્વ પબ્લિક સ્કૂલમાં “Rakhi for Jawan”નું 9મું પર્વ ઉત્સાહ, સન્માન અને દેશપ્રેમથી ભરપૂર રીતે મનાવવામાં આવ્યું. આ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં, પરંતુ છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલો એક પ્રતિબદ્ધ સંકલ્પ છે, જે વિદ્યાર્થીઓમાં સૈનિકો પ્રત્યે માન અને દેશસેવાના ભાવને મજબૂત કરે છે.
શાળામાં દરવર્ષે ચાર મુખ્ય દેશભક્તિથી ભરેલા કાર્યક્રમોનું આયોજન થાય છે —
રાખી ફોર જવાન, કારગિલ વિજય દિવસ, એક સૈનિક એક પનાતી અને સોલ્જર્સ આર માય વેલેન્ટાઇન, જે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમના મૂલ્યોને બળ આપે છે.
આ વર્ષેના કાર્યક્રમમાં ખાસ મહેમાનો તરીકે પૂર્વ બી.એસ.એફ. હેડ કોન્સ્ટેબલ શ્રી સુરેશકુમાર ચૌધરી,
પૂર્વ બી.એસ.એફ. અધિકારી શ્રી ગણેશ પરદેસી,
અને સી.આઈ.એસ.એફ. અધિકારી શ્રી સાચિનકુમાર ગુપ્તા ઉપસ્થિત રહ્યા.
તેમણે પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા, જેના દ્વારા વિદ્યાર્થીઓને દેશની સરહદે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સૈનિકોના જીવન અને ત્યાગની સમજ મળી.
કાર્યક્રમના અંતે રક્ષાબંધનની પરંપરાગત પૂજા સાથે સૈનિકોને રાખડી બાંધી એકતા અને આભાર વ્યક્ત કરાયો.
શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી લીના બોરસેએ કહ્યું:
“દેશપ્રેમની ભાવનાને બાળપણથી જ જગાવવી જરૂરી છે. આવાં સંસ્કાર તેમને સશક્ત નાગરિક બનાવશે.”
ટ્રસ્ટી શ્રી સંજીવ સરએ કહ્યું:
“આવા કાર્યક્રમો શાળાનું ગૌરવ છે અને તે નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જગાડે છે.”
આ અવસરે Lions Club of Vapiના લાયન વિશાલ પટેલ, લાયન પી.એ. પટેલ,
અને Lions Club of Vapi Atharvના લાયન કિશોર ભંબવાણી, અરવિંદ સૂદ તથા ઉદ્યોગપતિ ઉદયસિંહ ઘોરપડે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી.
“સીમાની રક્ષા માટે જે નિષ્ઠાથી ઊભો છે, તેનાથી જ આપણે દરેક તહેવારને ખુશીઓથી ઉજવી શકીએ છીએ.”
અથર્વ પબ્લિક સ્કૂલનું આ આયોજન દેશના રક્ષકો પ્રત્યે સન્માનની અનન્ય અભિવ્યક્તિ છે।
Average Rating