આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં વિશ્વ્ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી।
9 ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું લોકનૃત્ય કરતા અમારા એફ.વાય. બી.એડ ના તાલીમાર્થીઓ…આ દિનની ઉજવણી નિમિત્તે અમારી સંસ્થાના F.Y.B.Ed. ના તાલીમાર્થીઓ આદિવાસી સંસ્કૃતિને સમજે અને તેને આપવા આદિવાસી સમાજનું પ્રચલિત આદિવાસી નૃત્ય કરી શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન અમારી જ સંસ્થાના ડાંગ વિસ્તારના કેશબંધ ગામના રહેવાસી એવા ડૉ .જયંતિલાલ. બી બારીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ તાલીમાર્થીઓ અને અધ્યાપકો પણ ઉત્સાહ સભર જોડાઈ આદિવાસી લોકનૃત્ય કરી આનંદ વ્યક્ત કર્યો હતો. અને સાથે એસ. સી, એસ.ટી સેલની રચના પણ કરવામાં આવી હતી ત્યાર બાદ સ્કોલરશીપ નું ફ્રોમ કઈ રીતે ભરવાનું તેના વિશે પણ તાલીમાર્થીઓને સુંદર માહિતી આપી હતી. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મીલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ તેમજ આચાર્ય ડો. પ્રીતિ ચૌહાણે અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating