ચાલો પ્રકૃતિના સાનિધ્યમાં જોઈને સ્વ ને જાણીએ અને માણીએ …..ચાલો ટ્રેકિંગની સફરે…।
મન અને શરીરની સાથે, કુદરતની સાથે કુદરતના સાનિધ્યમાં ટ્રેકિંગ કરતા કુદરતને માણતા અમારા એસ.વાય.બી.એડ. ના તાલીમાર્થીઓ અને અધ્યાપકો…
અમારી સંસ્થાનાં ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબના વિચારો મુજબ સંસ્થાના બધી જ ફેકલ્ટીસના વિદ્યાર્થીઓ મનથી અને શારીરિક રીતે તંદુરસ્ત રહે તેમજ સાથે કુદરતના સાંનિધ્યમાં જઈ કુદરતના અમૂલ્ય તત્વોના મૂલ્યને સમજે એ અર્થે ધરમપુર સ્થિત અવધા હિલ ટ્રેકિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેકિંગમાં પર્વત પર ચઢવા ટ્રેનિંગ માટે ટ્રેનર્સ પણ રાખવામાં આવ્યા હતાં. નદી પાર કરી , નાના- નાના ઝરણાની અંદરથી, વૃક્ષોની ડાળીઓ નીચેથી ઓળંગી, પથ્થરો ઉપરથી ડગલાં માંડતા ,પર્વત ઉપર એક બીજાના સહારે ચઢતા , પક્ષીઓને નિહાળતા ,માછલીઓ, કરચલાઓ સાથે રમતા અમારા તાલીમાર્થીઓએ અને અધ્યાપકોએ સ્વની ખોજ કરતા -કરતા આવું લીલુંછમ વાતાવરણ અને તેમાં આપણે સમજદાર પ્રાણી એવા મનુષ્ય બધા સાથે મળીને વિવિધ રંગોમાં ભળી ગયા અને ટ્રેકિંગની મજા માણી હતી. સમગ્ર ફિલ્ડ ટ્રીપનું આયોજન શ્રી દીપેશભાઈ શાહના સહકારથી સુંદર રીતે સફળ થયું હતું. સંસ્થાના સમગ્ર અધ્યાપકો દ્વારા ટ્રેકિંગ ટ્રીપની શરુ થી અંત સુધી જવાબદારી લઈ પાર પાડી હતી.આ સમગ્ર ટ્રીપના આયોજનને પાર પાડવા બદલ સંસ્થાના ચરમેનશ્રી મિલન દેસાઈ તથા સંસ્થાનાં કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ અને આચાર્ય ડૉ.પ્રીતિ ચૌહાણે આનંદ વ્યક્ત કર્યો હતો।
Average Rating