આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનમાં ગુજરાત રાજ્ય એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી, ગાંધીનગર દ્વારા એઇડ્સ સઘન જાગૃતિ અંગે અભિયાન।

Views: 117
0 0

Read Time:2 Minute, 50 Second

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનઅ ગુજરાત રાજ્ય એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી દ્વારા એઇડ્સ સઘન જાગૃતિ અભિયાન અંગે સુંદર માહિતી આપતો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી જીતેન્દ્ર જોષી (આસિસ્ટન્ટ ડાયરેક્ટર, કેર સપોર્ટ એન્ડ ટ્રીટમેન્ટ એડ્સ કંટ્રોલ સોસાયટી, ગાંધીનગર ), ડો. દામિની પટેલ (મેડિકલ ઓફિસર એ. આર. ટી સેન્ટર, વલસાડ ), પ્રેમિલાબેન વસાવા ( એઇડ્સ જાગૃતિ અંગે કાર્યરત એન. જી. ઓ. વેડછી પ્રદેશ સેવા સમિતિ, ગાંધીવાદી સંસ્થા, વાલોડ), શ્રી હેમંત પટેલ ( ટી. બી. સુપરવાઈઝર આરોગ્ય વિભાગ, vapi), શ્રી જતીન ચૌધરી ટી. બી. હેલ્થ સુપરવાઈઝર આરોગ્ય વિભાગ, વાપી ), અંકિતા પટેલ (પ્રોજેક્ટ મેનેજર, માઈગ્રન્ટ વર્કર વલસાડ રક્તદાન કેન્દ્ર, વાપી ) સર્વ ઉપસ્થિત રહ્યા હતા. આજની યુવા પેઢી , પરિવારજનો ,વિવિઘ સમાજ અને દેશના તમામ નાગરિકોમાં એચ.આઇ.વી, એઈડ્સ અને ટીબી જેવા રોગો વિશે માહિતી પ્રાપ્ત કરે, શિક્ષિત થાય અને જાગૃતિ કેળવે તે અંગે સઘન ઝુંબેશ અગત્યની છે આ રોગો વિશે સમાજમાં જાગૃતિ લાવી શકાય તે માટે સરળ ભાષા શૈલીમાં શ્રી જીતેન્દ્ર જોષી દ્વારા સુંદર માહિતી આપી વિદ્યાર્થિઓને આપવામાં આવી હતી ડોક્ટર ડામિની પટેલ દ્વારા એ આરતી સેન્ટર વલસાડ દ્વારા હાથ ધરાતી એઇડ્સ અંગેની કામગીરી અંગે ચર્ચા થઈ હતી તથા એડ્સ રોગ કંટ્રોલ બાબતે તેમણે માહિતી પૂરી પાડી હતી આ ઉપરાંત પ્રેમીલાબેન વસાવા દ્વારા વિધાર્થીઓને એચ.આઇ.વી અને ટીબી ના રોગ વિશે માહિતી આપતા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો. પ્રીતિ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આભાર વિધિ ડો. ગુંજન વશી દ્વારા કરવામાં આવી હતી. પ્રસ્તુત કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાનાં ચેમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ અને સર્વ અધ્યાપકોએ શુભેચ્છા પાઠવી હતી।

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
33 %

You may also like