વાપી ની એક્રાપેક કંપનીમાં રક્તદાન નો આયોજન કરાયું।

Views: 149
0 0

Read Time:2 Minute, 12 Second

વાપી જીઆઇડીસીમાં આવેલી એક્રાપેક ઈન્ડિયા પ્રા. લિ. કંપનીમાં ડો.સંધ્યાબેન મુન્ના શાહ ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શનિવારે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, ડો. સંધ્યાબેન શાહ એક સમાજસેવીકા અને ઈનરવ્હીલ ક્લબ સમેત અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, સાથે જ રોટરી કલબ મેમ્બર પણ હતા. રક્તદાન શિબિર ની શરૂઆત એક્રાપેક ના ચેરમેન મુન્ના ભાઈ શાહ અને પરિવારજનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુન્ના ભાઈ શાહ વિગત આપતા જણાવ્યું કે અમે આમ તો ઘણી જગ્યા રક્તદાન શિબિર કરીએ છીએ પણ આ વખતે મારી ધર્મપત્ની સંધ્યાબેન ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક્રાપેક ઈન્ડિયા પ્રા. લિ. પર રક્તદાન શિબિર યોજી રક્ત ની કમી પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે અને આ રક્તદાન શિબિર દર વર્ષે 6 એપ્રિલ ના રોજ યોજવામાં આવશે. દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રક્ત ની અછત સર્જાય છે જેને આવી રીતે રક્તદાન કેમ્પો યોજી પુરો કરવાનો પ્રયાસ કરીએ છે. આ પ્રસંગે રક્તદાન શિબિર માં રોટેરીયન ભરતભાઈ પટેલ સમેત તમામ રોટેરીયન અને ઈનરવ્હીલ ક્લબના સભ્ય મિત્રો, પરિવારના સભ્યો, અને વર્ધમાન ક્લિનિક નો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. સવારે 9 વાગ્યે થી સાજે 4 વાગે સુધી ચાલેલા રક્તદાન શિબિર માં કુલ 128 જેટલા રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યો હતો. રક્તદાતાઓ ને વધુ થી વધુ રક્તદાન કરવા માટે ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી તેમનો માન વધારવામાં આવ્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like