રાખડી મેકિંગ સ્પર્ધાનું આયોજન।
ભગિની સમાજ હાઈસ્કૂલ , ઉદવાડા માં આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના તાલીમાર્થીઓ દ્વારા તા. ૦૮/૦૮/૨૦૨૫ ના રોજ રાખડી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી અને તેમની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું. આ સ્પર્ધામાં રંગીન કાગળ, મોતી, ઝરી, રિબન તેમજ પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ સુંદર રાખડીઓ તૈયાર કરી. નિરીક્ષકો દ્વારા શ્રેષ્ઠ રાખડીઓની પસંદગી કરવામાં આવી અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ કોલેજના તાલીમાર્થીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।
Average Rating