કેબીએસ એન્ડ નટરાજ કોલેજ વકૃત્વ સ્પર્ધામાં ઝળકી।

Views: 314
1 0

Read Time:1 Minute, 48 Second

કેબીએસ એન્ડ નટરાજ કોલેજ વકૃત્વ સ્પર્ધામાં ઝળકી।વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં દરેક વિધાર્થીને યુનિવર્સિટી અભ્યાસક્રમની સાથે સર્વાંગી વિકાસના હેતુથી દરેક ક્ષેત્રનું માર્ગદર્શન આપી તાલીમ પણ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત રોફેલ કોલેજ વાપી ખાતે આંતર કોલેજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ કોલેજોમાંથી કુલ ૧૭ સ્પર્ધકોએ ભાગ લીધા હતો. આ સ્પર્ધામાં સદર કોલેજની વિધાર્થીની કુમારી શ્રુતિ દુબેએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ વકૃત્વ સ્પર્ધાની તાલીમ અને માર્ગદર્શન કોલેજના પ્રાધ્યાપક ડો. યતીન વ્યાસ તથા મીસ. રીયા પટેલ દ્વારા આપવામાં આવી હતી. કોલેજની વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઈ કાર્યક્રમ સફળ બનાવતા કોલજના આચાર્ય ડો. પૂનમ બી. ચોહાણે સમગ્ર વિદ્યાર્થી ગણ તથા સ્ટાફ મિત્રોએ વિધાર્થીનીનો આભાર વ્યક્ત કરી વિધાર્થીને આગળ વૃધ્ધિ પામવાની શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like