કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં મટકી ફોડ ની સ્પર્ધા યોજાઈ।

Views: 413
1 0

Read Time:1 Minute, 51 Second

કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં મટકી ફોડ ની સ્પર્ધા યોજાઈ।વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેસનલ સાયન્સીસ કોલેજ, વાપીમાં વિધાર્થીઓ માટે પ્રસંગોપાત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરતા આયોજન કરવામાં આવે છે. સદર કોલેજના પ્રાંગણ માં એબીવીપી અને રોટ્રેકટ ક્લબ વાપીના સહયોગ થી શ્રી ક્રિષ્ના ભગવાનના જન્મ ની ઉજવણી ના ભાગરૂપે વાપીની વિવિધ કોલેજો માટે આંતર કોલેજ મટકી ફોડ( દહીં હાંડી) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની ૪ કોલેજોએ ભાગ લઈ ખુબજ જુસ્સાભેર અને ઉલ્લાસ થી મટકી ફોડ ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં વાપી -વલસાડ ઝોન ના એબીવીપીના હોદ્દેદારો . અને મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા ના ડી.વાય.એસ.પી. શ્રી. બી.એન.દવે સાહેબ તેમજ ડૉ. ચિંતન અને રોટેરિયન સંજય બડોલે હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં રોફેલ ફાર્મસી બોયઝ ચેમ્પિયન અને રોફેલ બી.બી.એ કોલેજ રનર્સઅપ રહી હતી આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પુનમ બી.ચૌહાણે આયોજકો, ભાગ લીધેલ સ્પર્ધકો અને સ્ટાફ મિત્રો નો આભાર વ્યક્ત કરી વિજેતા ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like