આર.કે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈના ઉપક્રમે ખગોળ વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ સાથે વાર્તાલાપ યોજાયો।
તારીખ 22-09- 2023 શુક્રવારના દિને આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખગોળ વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલના “ભારતના ચંદ્રયાનો, આદિત્ય -L-1 તથા ખગોળ વિજ્ઞાન સંબંધી બાબતો” અંગે વાર્તાલાપનું આયોજન થયું હતું. કાર્યક્રમના પ્રારંભે ઘી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈ દ્વારા સંસ્થાના અધ્યક્ષ તથા ખગોળ વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ સાહેબના હસ્તે વાપીના વરિષ્ઠ પત્રકાર શ્રી વિકાસ ઉપાધ્યાયને સોહનરાજ શાહ -2023 એવોર્ડ એનાયત થયો હતો તથા શ્રી વિકાસ ઉપાધ્યાય રચિત “વિજ્ઞાન પત્રકારત્વ અને લેખન” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઘી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈની નોંધપાત્ર વૈજ્ઞાનિક કામગીરીને પ્રોત્સાહિત કરવાના હેતુસર આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ચેરમેન શ્રી મિલન દેસાઈ ના હસ્તે 51 હજાર રૂપિયા એનાયત થયા હતા. કાર્યક્રમ અંતર્ગત ચેરમેન શ્રી મિલન દેસાઈ દ્વારા સ્વાગત પ્રવચન રજૂ થયું હતું. આ સંદર્ભે ગુજરાત રાજ્ય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ ના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન દ્વારા વૈજ્ઞાનિક સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. સોહનરાજ શાહ એવોર્ડ- 2023 બાબતે શ્રી વિકાસ ઉપાધ્યાય દ્વારા પ્રતિભાવો પણ રજૂ થયા હતા. ત્યારબાદ ખગોળ વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ સાહેબે પોતાના ગહન સંશોધન સંદર્ભિત મનનીય વક્તવ્ય PPTદ્વારા રજુ કર્યું હતું. વક્તવ્ય બાદ ડો. જે. જે. રાવલ સાહેબ સાથે વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી તથા વાર્તાલાપ થયો હતો. પ્રસ્તુત વૈજ્ઞાનિક જ્ઞાનગોષ્ઠી સમારોહમાં ગુજરાત રાજ્ય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુરભાઈ બીલખીયા, શ્રીમતી મંજુલાબેન ઉકાણી, શ્રી એ. કે.શાહ, વી.આઈ. એ.પ્રેસિડન્ટ સતિષભાઈ, કમલભાઈ દેસાઈ, ધર્માગ દેસાઈ, નીલ દેસાઈ, યોગેશભાઈ કાબરીયા, શ્રી પરેશભાઈ અધવરયુ, શ્રી ઉમેશભાઈ સોહનરાજ શાહ, શીતલબેન ઉપાધ્યાય, પ્રમોદભાઈ પટેલ, પત્રકાર પ્રવિણસિંહ પરમાર, મુકેશભાઈ દેસાઈ, સંદીપભાઈ દવે, કલ્પેશભાઈ વોરા, શીરીષભાઈ દેસાઈ, ભીલાડવાલા બેંક ચેરમેન શ્રી. જીતુભાઈ, વાપી નોટિફાઇડ એરિયાના ચેરમેન શ્રી હેમંતભાઈ, શ્રી. વિઠ્ઠલભાઈ પટેલ, શ્રી. રોહિતભાઈ સોમપુરા ની હાજરી નોંધનીય રહી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating