કેબીએસ.એન્ડ નટરાજ કોલેજમાં ડ્રગ્સ અવેરનેસ સેમીનાર યોજાયો।
કેબીએસ.એન્ડ નટરાજ કોલેજમાં ડ્રગ્સ અવેરનેસ સેમીનાર યોજાયો।વાપી: અત્રેની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે એમના જીવનમાં શિષ્ટાચારી, તંદુરસ્ત અને સારા નાગરિક બની સમાજ અને દેશના વિકાસ માં ભાગીદાર બની શકે તે હેતુથી ભારત સરકાર દ્વારા ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા ના વિઝન હેઠળ ડ્રગ્સ થી થતી ખરાબ અસરો વિષે અલગ અલગ વર્કશોપ, સેમિનાર,રેલીઓ વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સદર કોલેજમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારના ગુંજન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી જે.આઈ.પરમાર સાહેબ હાજર રહ્યા હતા. પરમાર સાહેબે તેમના વક્તવ્યમાં સમાજમાં અમુક તત્વો દ્વારા કે પોતાના મિત્રો દ્વારા ડ્રગ્સ કેવી રીતે આપવામાં આવે છે અને એની લત કેવી રીતે લાગે છે તેમજ લત લાગ્યા પછી વ્યક્તિના શરીરમાં કયા ફેરફારો અને મનોદશા થાય છે તે તમામ બાબતો વિદ્યાર્થીઓ આગળ રજૂઆત કરી હતી. તથા ચેતવણી પણ આપી હતી. તે ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને તેમના ભણવાના સમયમાં સારી રીતે ભણવું જોઈએ તેમજ દરેક શિક્ષકો સાથે શિષ્ટાચારમાં રહીને એક સારા નાગરિક બનવું જોઈએ. દરેક વિદ્યાર્થી શિક્ષણ સાથે સારો નાગરિક બનશે તો વિધાર્થીના માતપિતા, સમાજ અને આપણો દેશ વિકાસ પામશે તેમજ સમૃદ્ધ બનશે એવી ખાતરી એમને આપી હતી. વક્તવ્યના અંતે તેમણે દરેક વિદ્યાર્થીઓને પોલીસ વિભાગ અનુસંધાનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો રજૂઆત કરવા જણાવ્યું હતું. આમ સેમિનારના અંતે વિદ્યાર્થીઓ સારા નાગરિક બની સારા સમાજના ઘડતરમાં ભાગીદાર બનશે તેની પ્રતિજ્ઞા લેતા જીવનમાં આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર સેમીનારનું આયોજન કોલેજના સાયન્સ ફેકલ્ટીના કૉ-ઓર્ડીનેટર અને માઈક્રો બયોલોજી વિષયના મદદનીસ પ્રાદ્યાપક ડૉ. હિરેન પ્રજાપતિએ કર્યું હતું. આમ સમગ્ર સેમીનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી.ચૌહાણે પરમાર સાહેબ, પોલીસ સ્ટાફ ગણ, કોલેજ સ્ટાફ મિત્રો અને હાજર રહેલ વિદ્યારથી મિત્રોનો આભાર વ્યક્ત કરી જીવનમાં સારા નાગરિક બની દેશના વિકાસ માટે ભાગીદાર બનવા માટે આહવાન આપ્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating