કેબીએસ.એન્ડ નટરાજ કોલેજ એન.એન.એસ. ના વિદ્યાર્થીઓ ઝળક્યા।
વાપી: અત્રેની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સુરત અંતર્ગત એન.એન.એસ. યુનિટ ચાલે છે. આ યુનિટમાં સમાજના વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી -૨૦૨૩ ના ભાગ રૂપે વી.એન.એસ.જી.યુનીવર્સીટી ખાતે સદર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ આંતરિક કૌશલ્યને બહાર લાવવા માટે યુનીવર્સીટી કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સદર કોલેજમાંથી પણ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં એક પાત્રીય અભિનય માં શેલ્ડન નાશીલ્ડ ફર્નાન્ડીશ (એફ.વાય.બી.કોમ.) દ્વિતીય સ્થાને અને ગીરસે કરણ અનીલ શીંઘ (એફ.વાય.બી.કોમ.) તૃતીય સ્થાને રહી કોલેજનું નામ રોશન કર્યું હતું. આ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ યોજાનાર એન.એન.એસ.ની સ્પર્ધાઓમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી, સુરતનું નું પ્રતિનિધિત્વ કરશે. આ વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું માર્ગદર્શન કોલેજના રસાયણ શાસ્ત્રના મદદનીસ પ્રાદ્યાપક અને એન.એન.એસ. યુનિટના પ્રોગ્રામ કૉ-ઓર્ડીનેટર ડૉ.ખુબુ બી. દેસાઈએ પૂરું પડ્યું હતું. આમ કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે એન.એન.એસ. ના કૉ-ઓર્ડીનેટર, વિજેતા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating