કેબીએસ એન્ડ નટરાજ કોલેજ બોયઝ ચેસ ટીમ રનર્સ-અપ બની।
વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમાલ સુમારીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રમત ક્ષેત્રે વિશેષ તાલીમ આપવામાં આવે છે. સદર કોલેજની બોયઝ ચેસ ટીમ ૪ થી ૬ ઓગસ્ટ 2025 ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના અંતર્ગત યોજાયેલી ઇન્ટર-કોલેજ બોયઝ ચેસ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરીને રનર્સ-અપ રહી હતી. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન અમરોલી કોલેજ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજોડ પ્રતિભા અને વ્યૂહાત્મક શ્રેષ્ઠતા દર્શાવી હતી. વિજેતા ટીમના સભ્યોમાં આકાશદીપ પાસવાન (T.Y.B.C.A.), અભિષેક રે,(F.Y.B.B.A.), નિમેશ ઝા (F.Y.B.C.A), મયંક પટેલ (T.Y.B.Com.), ઓમ પવાર (S.Y.B.B.A.), ક્રિશ ગેહલોત(F.Y.B.B.A.) તેમના પ્રભાવશાળી પ્રદર્શન અને ટીમ ભાવનાએ કોલેજને ગૌરવ અને સન્માન આપી, જે શૈક્ષણિક વર્ષમાં એક યાદગાર વિજય છે. રમતની તાલીમ અને માર્ગદર્શન રમત ગમતના મદદનીસ પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ અને શ્રી રોહિત સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ મેનેજમેન્ટ તેમજ કોલેજના આચાર્ય ડૉ.પુનમ બી. ચૌહાણે વિજેતાઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યની સ્પર્ધાઓમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવી।
Average Rating