કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ સાયન્સ કોલેજમાં બોક્સીંગમાં ઝળકી.।
કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ સાયન્સ કોલેજમાં બોક્સીંગમાં ઝળકી.વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને શિક્ષણની સાથે દરેક રમતની તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત કેમ્પસ ખાતે આંતર કોલેજ બોક્સીંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજના ખેલાડી મિત્રોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં સદર કોલેજનો વિદ્યાર્થી મહેતા હેત (T.Y.B.Com) વિજેતા થઈ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. બોક્સીંગની સમગ્ર તાલીમ કોલેજના શારિરીક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ર્ડો. મયુર પટેલે પૂરી પાડી હતી. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ર્ડો. પૂનમ બી.ચૌહાણે, પ્રાધ્યાપક તેમજ ખેલાડી મિત્રોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા માટે શૂભેરછા પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating