કેબીએસ એન્ડ નટરાજ કોલેજ ગર્લ્સ જુડોમાં ક્લીન સ્વીપ વિજય સાથે ચેમ્પિયન બની।

કેબીએસ એન્ડ નટરાજ કોલેજ ગર્લ્સ જુડોમાં  ક્લીન સ્વીપ વિજય સાથે ચેમ્પિયન બની।
Views: 303
1 0

Read Time:2 Minute, 15 Second

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમાલ સુમારીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રમત ક્ષેત્રે વિશેષ તાલીમ આપવામાં આવે છે. સદર કોલેજના જુડો ના રમતવીરો ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત અંતર્ગત યોજાયેલ આંતર કોલેજ જુડો ટુર્નામેન્ટમાં ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને શાનદાર વ્હાઇટવોશ વિજય મેળવ્યો હતો. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન નવયુગ સાયન્સ કોલેજ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. ખેલાડી મિત્રોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજોડ પ્રતિભા અને વ્યૂહાત્મક શ્રેષ્ઠતા દર્શાવી હતી. વિજેતા સભ્યોમાં શિવાની યાદવ (F.Y.B.sc.) ગોલ્ડ મેડલ ,કૃતિકા મિશ્રા (S.Y.B.Sc.) ગોલ્ડ મેડલ ,નંદની ધુમાડિયા (S.Y.B.Com.) ગોલ્ડ મેડલ, આફિયા ખાન (F.Y.B.Sc.) સિલ્વર મેડલ, શ્રેષ્ઠા યાદવ (M.Sc. Chem.Part-II) બ્રોન્ઝ મેડલ, કોમલ સિંઘ (S.Y.B.C.A.) બ્રોન્ઝ મેડલ મેળવી ,તેમના પ્રભાવશાળી પ્રદર્શન અને મેડલોથી કોલેજને ગૌરવ અને સન્માન આપી, જે શૈક્ષણિક વર્ષમાં એક યાદગાર વિજય છે. રમતની તાલીમ અને માર્ગદર્શન રમત ગમતના મદદનીસ પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ અને શ્રી રોહિત સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ મેનેજમેન્ટ તેમજ કોલેજના આચાર્ય ડૉ.પુનમ બી. ચૌહાણે વિજેતાઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યની સ્પર્ધાઓમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like