કેબીએસ એ નટરાજ કોલેજના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ઝળક્યા।

કેબીએસ એ નટરાજ કોલેજના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ઝળક્યા।
Views: 271
2 0

Read Time:2 Minute, 14 Second

વાપી: અત્રેની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્દ્ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સુરત અંતર્ગત એન.એન.એસ. યુનિટ ચાલે છે. આ યુનિટમાં સમાજના વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી -૨૦૨૫ ના ભાગ રૂપે સરદાર પટેલ યુનીવર્સીટી, આંણદ ખાતે સદર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ આંતરિક કૌશ્ને બહાર લાવવા માટે રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આંતર યુનીવર્સીટી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સદર કોલેજમાંથી પણ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં યુનીવર્સીટી કક્ષાએ વિજેતા રહી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં એક પાત્રીય અભિનયમાં કરણ ગીરાસે (૪૭ પ્રતીસ્પર્ધકોમાં) પ્રથમ સ્થાન, તેમજ ત્વરિત પોસ્ટર મેકિંગમાં સુરજ ગોસ્વામી તૃતીય સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર રાજ્ય કક્ષાએ કોલેજનું નામ રોશન કર્યું હતું. આ વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું માર્ગદર્શન કોલેજના રસાયણ શાસ્ત્રના મદદનીસ પ્રાદ્યાપક અને એન.એન.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ.ખુશ્બુ બી. દેસાઈએ પૂરું પડ્યું હતું. આમ કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે એન.એસ..એસ. ના પ્રોગ્રામ ઓફિસર, વિજેતા વિદ્યાર્થીઓ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like