આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં “નવરાત્રીનો મહત્સવ”ઉજવાયો।

Views: 461
1 0

Read Time:2 Minute, 12 Second

આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં “નવરાત્રીનો મહત્સવ” ઉજવાયો. આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં સંસ્થાનાં સાંસ્કૃતિક કમિટીનાં નેજા હેઠળ નવરાત્રીનો મહત્સવ રાખવામાં આવ્ય હતો. સૌપ્રથમ તો દેવીની આરતી દ્વારા શરૂઆત કરવામાં આવ્યુ હતુ. તેમાં સમગ્ર કોલેજીસનાં વિધાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો. અંતે આ ઉત્સવ રંગે ચંગે આનંદ સાથે પૂર્ણ થયો. વિદ્યાર્થીઓ માં વિવિધ પ્રકારની કળા કૌશલ્યનો વિકાસ થાય એ હેતુ થી ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સમગ્ર વિધાર્થીઓએ ભાગ લઇ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.અને આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.મિત્તલ શાહ અને અધ્યાપિકા પ્રિન્સી ઠાકુર હતા. ગરબામાં સૌથી સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓ માં SYBBAના Palas kenil અને વિધાર્થીનીઓમાં SYBED ની તાલીમાર્થી Patel Tejal હતા. તેવીજ રીતે સૌથી સારો પહેરવેશમાં TYBCA ની વિધાર્થીની Anisha Santoki અને SYBBA ની વિધાર્થીની Deore Jayshree હતા. તેમજ Bumper prize- SYBCOM ની વિધાર્થીની Tanti sanjana ને પ્રાપ્ત થયું હતું.સમગ્ર કાર્યક્રમનો સંચાલન સંસ્થાના સર્વ અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબ તથા કેમ્પસ ડાયરેક્ટર તેમજ ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી, ડો.અમી ઓઝા, ડૉ. મિત્તલ શાહ, ડૉ. પ્રીતિ ચૌહાણ એ શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like