ધોધડકુવા પ્રથામિક શાળા નાં smc કમિટીનાં નેજા હેઠળ નવરાત્રીનો મહત્સવ રાખવામાં આવ્ય હતો।
ધોધડકુવા પ્રથામિક શાળા નાં smc કમિટીનાં નેજા હેઠળ નવરાત્રીનો મહત્સવ રાખવામાં આવ્ય હતો. સૌપ્રથમ તો દેવીની આરતી દ્વારા શરૂઆત કરવામાં આવ્યુ હતુ. તેમાં સમગ્ર શાણાનાં વિધાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો. અંતે આ ઉત્સવ રંગે ચંગે આનંદ સાથે પૂર્ણ થયો. વિદ્યાર્થીઓ માં વિવિધ પ્રકારની કળા કૌશલ્યનો વિકાસ થાય એ હેતુ થી ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સમગ્ર વિધાર્થીઓએ ભાગ લઇ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.અને આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંદીપ પટેલ અને શિક્ષીકા સરિતાબેન હતા. ગરબામાં સૌથી સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓ માં ધોરણ 8ના વૈશાલી પટેલ અને ધોરણ 7 ના પ્રિયાંશી પટેલ વિધાર્થીઓ હતા. તેવીજ રીતે સૌથી સારો પહેરવેશમાં ધોરણ 8ની વિધાર્થીની ડિપ્પલ પટેલ અને ધોરણ 6ની વિધાર્થીની ભૂમિ પટેલ હતા. સમગ્ર કાર્યક્રમનો સંચાલન શાળા સર્વ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન બદલ શાળા આચાર્ય નવીનભાઈ smc ના સભ્ય મહેશભાઈ પટેલ તથા ગામના સરપંચ શ્રી સંગીતા પટેલ એ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating