કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના વિધાર્થીઓ કલા-મહોત્સવમાં ઝળક્યા।

Views: 427
2 0

Read Time:2 Minute, 14 Second

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના વિધાર્થીઓ કલા-મહોત્સવમાં ઝળક્યા.વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીમાં દરેક વિધાર્થીઓને ભણતરની સાથે રમત – ગમત, લીડરશીપ તેમજ તેમની આંતરીક કલાઑ તેઓ પારખી શકે તેમજ વિકસીત કરી શકે તે માટે પણ ઉમદા તાલીમ આપવામાં આવે છે અને વિધાર્થી મિત્રો પણ દરેક ક્ષેત્રે ઉચ્ચ-કોટીનું પ્રદર્શન કરી આ શબ્દો યથાર્થ સાબીત કરે છે. કલા મહા કુંભ અંતરગત વલસાડ જિલ્લાની જુદા-જુદા કક્ષાઓ માટે સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વલસાડ જિલ્લાના ઘણા વિધાર્થીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ સ્પર્ધામાં સદર કોલેજના વિધાર્થીઓએ પણ ભાંગ લીધો હતો. જેમાં એક પાત્રીય અભિનયમાં સુનાર રાજેશ સૂર્યા (એસ.વાય.બી.કોમ.) ને દ્વિતીય ક્રમ તથા ગઝલ શાયરીમાં ખાન અબ્દુલાહ અબ્દુલ વહાબ (એસ.વાય.બી.કોમ.) ને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં કોલેજનું નામ કર્યું હતું. આ સ્પર્ધાઑમાં વિદ્યાર્થીનીઓને તાલીમ તેમજ માર્ગદર્શન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. સતવિન્દરકૌર ધંજલ, મીસ. મીનુ ચૌધરી, તેમજ મી. ભરત દીક્ષિત સાહેબે પૂરૂ પાડયુ હતું. આમ સમગ્ર વલસાડ જીલ્લામાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના ટ્રસ્ટીગણ તેમજ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી ચૌહાણે વિધાર્થીઓને અભિનંદન આપી જીવનમાં આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like