ગુજરાત રણજી ટ્રોફી માટે એક જ વર્ષમાં હેમાંગ, ઉમંગ અને સરલની પસંદગી દમણ માટે સુવર્ણ વર્ષ. (ક્રિકેટ કોચ ભાગુ પટેલ)

BCCI દ્વારા આયોજિત ઓલ-ઇન્ડિયા ચાર દિવસીય રણજી ટ્રોફી 2025-26 નું આયોજન ચાલી રહ્યું છે, જેને લઈ ને દમણ અને ગુજરાતના પ્રખ્યાત ક્રિકેટ કોચ ભગૂ પટેલે જણાવ્યું હતું કે તેમના તાલીમાર્થીઓ હેમાંગ પટેલ, ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિ, ગુજરાત રણજી ટ્રોફી ટીમ માટે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને એક જ વર્ષમાં આ ત્રણ 03 ખેલાડીઓ રણજી ટ્રોફીમાં એકસાથે રમે છે તે દમણના ક્રિકેટ ચાહકો માટે એક સુવર્ણ અવસર અને દમણના ક્રિકેટ ઇતિહાસમાં એક સુવર્ણ વર્ષ છે. ક્રિકેટ કોચ ભગૂ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેમણે હેમાંગ, ઉમંગ અને સરલને ઉચ્ચ સ્તરીય ક્રિકેટ રમવા માટે તૈયાર કરવામાં મેં કોઈ કસર છોડી નથી. મેં તેઓને ક્રિકેટ સાથે આવતા પડકારોનો સામનો કેવી રીતે કરવો અને તેને કેવી રીતે દૂર કરવું તે ખૂબ સારી રીતે શીખવ્યું,છે મેં મારું પોતાનું ક્રિકેટ છોડી દીધું અને પ્રતિભાશાળી ખેલાડીઓ ઉપર કામ કર્યું છે જેનું પરિણામ આપ સૌ જોઈ રહ્યા છો.ફક્ત ઝવેરીને જ હીરાની કિંમત ખબર હોઈ છે, અને દમણમાં, હેમાંગ, ઉમંગ અને સરલ ખરેખર હીરા છે જેમને મેં મારું માર્ગદર્શન આપ્યું છે.ક્રિકેટમાં, દરેક પ્રતિભાશાળી ખેલાડીને સમય સમય પર યોગ્ય જ્ઞાન આપવું પડે છે કે આગળનો પડાવ કેવી રીતે પાર કરવું તો જ ખેલાડી પ્રદર્શન કરી શકે છે અને આગળ વધી શકે છે. ક્રિકેટ કોચ ભગૂ પટેલે વધુમાં કહ્યું કે આ ફક્ત એક ટ્રેલર છે, ચિત્ર આવવાનું હજી બાકી છે, મને ખાતરી છે કે આગામી વર્ષોમાં મારા આ ત્રિમૂર્તિઓ માં થી કોઈ પણ ખેલાડી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL માં રમતા જોવા મળશે એ દિવસો હવે દૂર નથી રહ્યા
Average Rating