વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ -2025મા ઝળકી।

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ-2025 અંતર્ગત વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાની વિદ્યાર્થીનીઓએ અંડર 14 કેટેગરીમાં ભાગ લઇ પ્રથમ રનર્સ અપ રહી શાળા ને ગૌરવ અપાવ્યું છે. આ પ્રતિયોગિતા માં દસ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ અનુક્રમે અદિતિ શર્મા, અર્પિતા સીંગ, સુનિતા શેખાવત, અંકિતા માલી, જશોદા માલી, જિયા ભાનુશાલી, પરિધી પાટીલ, સુમન યાદવ, શિક્ષા યાદવ, આરાધ્યા તિવારી અને નવ્યા શુકલા ને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating