વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, આંતર કોલેજ વ્યાખ્યાનમાળા અંતર્ગત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડના પ્રા.ડો.પંકજભાઇ દેસાઈ “શિક્ષક સજ્જતા”વિષય પર વ્યાખ્યાન યોજાયું।
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, આંતર કોલેજ વ્યાખ્યાનમાળા અંતર્ગત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડના પ્રા.ડો.પંકજભાઇ દેસાઈ “શિક્ષક સજ્જતા”વિષય પર વ્યાખ્યાન યોજાયું।વાપી સ્થિત આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રા.ડો.પંકજભાઈ દેસાઈનું વ્યાખ્યાન યોજાયું. જેમાં તેમણે “શિક્ષક સજ્જતા”વિષય સંદર્ભે વ્યાખ્યાન રજૂ કર્યું હતું. વિષય અંતર્ગત તેમણે શિક્ષણ વ્યવસાયમાં જોડાયા બાદ શિક્ષણ કેવી રીતે આપવું? તે માટે શિક્ષક તરીકે કેટલા સજ્જ રહેવું? તે સંદર્ભે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં તેમણે તાલીમાર્થીઓને વર્ગખંડમાં વિદ્યાર્થી સાથે નો વ્યવહાર, પોતાનાં વ્યક્તિત્વ સંદર્ભે, ઉચ્ચારણ ભાષા સંદર્ભે, વિષય વસ્તુમાં પકડ, ફ્રી તાસ માં શુ કરવું, પોતાની જવાબદારી કેવી રીતે નિભાવવી તથા આધુનિક સમયમાં વિદ્યાર્થી સાથે કેવી રીતે કામ લેવું? તે સંદર્ભે વિવિધ આધુનિક શિક્ષણ પ્રવિધિઓ વિશે માહિતી પૂરી પાડી હતી. આ સુંદર વ્યાખ્યાન યોજવા બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા આચાર્ય પ્રીતિબેન જે.ચૌહાણએ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating