મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે વાપી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે છીરી ખાતે એક શોપિંગ કોમ્પ્લેક્સ અને કરવડ વિસ્તારમાં ૧૦૨ રૂમ ધરાવતી ૧૦ ચાલ, ૩ દુકાનો તોડી પાડી છે. ૨૩ રૂમ સીલ કરવામાં આવ્યા છે।

મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે વાપી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે છીરી ખાતે એક શોપિંગ કોમ્પ્લેક્સ અને કરવડ વિસ્તારમાં ૧૦૨ રૂમ ધરાવતી ૧૦ ચાલ, ૩ દુકાનો તોડી પાડી છે. ૨૩ રૂમ સીલ કરવામાં આવ્યા છે. ૬ ચાલુ ચાલી તોડી પાડવામાં આવી છે. આ ડિમોલિશન ઝુંબેશમાં કોર્પોરેશનના ઇલેક્ટ્રિક વિભાગ, ફાયર વિભાગ અને ડુંગરા પોલીસ વિભાગના કર્મચારીઓ સક્રિય રીતે હાજર રહ્યા હતા. આગામી સમયમાં કોર્પોરેશનના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રહેણાંક ચાલનું ડિમોલિશન ચાલુ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને કોઈપણ બાંધકામ પહેલાં પરવાનગી લેવા વિનંતી કરી છે. કે જેથી ભવિષ્યમાં તેઓ ને નુકસાની વેઠવી ન પડે।
Average Rating